વિવાદ:માંડવી પાલિકાના અપક્ષ સભ્યના વર્તનથી કર્મચારીઓ કામગીરીથી અળગા રહ્યાં

માંડવી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
માંડવી પાલિકા કર્મચારી ધારણા પર બેઠા બાદ આવેદન આપ્યું - Divya Bhaskar
માંડવી પાલિકા કર્મચારી ધારણા પર બેઠા બાદ આવેદન આપ્યું
  • આરસીસી રસ્તાના કામમાં ક્રોસિંગ માટે વિવાદ થયો હતો
  • પદાધિકારીઓ સાથેની બેઠકમાં સમજૂતી સધાતા કર્મચારીઓ કામ પર પરત ફર્યા

માંડવી નગરપાલિકાના એન્જિનિયર સાથે અપક્ષ કોર્પોરેટરની વોર્ડ નં 2ની કામગીરી અગે ટેલિફોનિક બોલચાલી થયા બાદ બીજા દિવસે અન્ય કર્મચારીઓને જાણ થતા અપક્ષ કોર્પોરેટર દ્વારા અગાઉ પણ અાવા વર્તન થયા હોવાનું જણાવી ચીફ ઓફિસરને લેખિત આપી કામગીરી અળગા થઈ પાલિકા ભવનની આગળ બેસી ગયા હતા.

માંડવી પાલિકાના કર્મચારીઓએ સામૂહિક આપેલા આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે 11મી મેના રોજ સાજના સમયે કુંભારવાડ વિસ્તારમાં ચાલી રહેલા આરસીસી રસ્તાના કામમાં ક્રોસિંગ માટે રાખવામાં આવેલા ભાગમાં પેવરબ્લોક ફિટિગ કરવાની કામગીરી હાલમાં બાકી છે. જે અંગે મનીષભાઈ શાહ દ્વારા રસ્તા વચ્ચે ક્રોસિંગ હોવાને કારણે અકસ્માતો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. જે અગે મિનેષભાઈ દ્વારા સદરહુ કામગીરી 11 મી મેના રોજ પૂર્ણ કરાવી આપવા વારવાર ખાત્રી આપવામાં આવી હતી. તેમ છતાં મનીષભાઈએ ઉગ્ર થઈ ગેરવર્તણુક કરી હતી. મનીષભાઈ દ્વારા અગાઉ અન્ય કર્મચારીઓ સાથે ઉગ્ર ચર્ચા થઈ હતી.

ભવિષ્યમાં અન્ય કર્મચારીઓ સાથે પણ આવા બનાવ બની શકે જેથી વહીવટી સરળતા માટે યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાળ પર જતા હોવાનું જણાવી કચેરીની બહાર કામગીરી છોડી ગેટ પાસે બેસી ગયા હતાં. ત્યારબાદ મોડી સાંજે પાલિકા પદાધિકારીઓ સાથેની બેઠકમાં સમજૂતી સાધતા કર્મચારીઓ કામકાજમાં જોડાયા હતાં.

  • માંડવી નગરપાલિકાના કર્મચારીઓ હડતાળ પર ગયાના થોડા સમયમાં જ મનીષભાઈ શાહ તથા કર્મચારીઓ વચ્ચે બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં પદાધિકારીઓએ બંને પક્ષને સાંભળ્યા બાદ કર્મચારીઓ હડતાળ સમેટી લીધી હતી. - પ્રણવભાઈ ચૌધરી, ચીફ ઓફિસર, માંડવી નગરપાલિકા
અન્ય સમાચારો પણ છે...