કાછલમાં વાવાઝોડાએ તબાહી સર્જી:ભારે પવનને પગલે 32 મકાનોમાં ભારે નુકસાન, વીજ પોલ તૂટતા ગામમાં અંધારપટ છવાયો

બારડોલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગતરોજ સાંજના સમયે સુસવાટા ભર્યા પવન અને ગાજવીજ સાથે વાદળોની ગગડાટી સાથે અચાનક વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે મહુવા તાલુકાના કાછલ ગામે ભારે તબાહી સર્જતા લાખોની મતાનું નુકસાન થવા પામ્યું હતું.

મકાનોના છાપરા તૂટી પડ્યા
ભારે વરસાદના કારણે કાછલ ગામના આશરે 32થી વધુ મકાનોના છાપરાઓ તૂટી પડ્યા હતા. સાથે જાણવા મળતી માહિતી મુજબ બે મકાનોમાં મોટું નુકસાન થયું છે. જે મકાનોમાં ઘરવખરીનો સામાન તથા અન્ય ચીજવસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. ગામની ખેતીવાડીમાં આંબા-કલમો તથા અનેક ઝાડો મૂળમાંથી ઉખડીને ધરાશાયી થઇ જવા પામ્યા હતા. બીજી તરફ ગામમાં આવેલા વીજ કંપનીના 15 જેટલા થંભલાઓ તૂટી પડતાં વીજપુરવઠો પણ બંધ થઈ ગયો હતો . જેને પગલે ગામમાં અંધારપટ છવાયો હતો.

વીજ પુરવઠો ચાલુ કરવાની તજવીજ શરૂ
ગામના યુવાનો દ્વારા એકત્રિત થઈ તૂટી પડેલા ઝાડો ખસેડવાની કામગીરી શરૂ કરાઇ હતી. જ્યારે વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે વીજ પુરવઠો ચાલુ કરવાની તજવીજ શરૂ કરાઇ છે. સ્થાનિક ગ્રામ પંચાયત કક્ષાએ પ્રાથમિક સર્વે દરમિયાન લાખોની મતાનું નુકસાન નોંધાયું છે. ગ્રામજનો નુકસાન બાબતે સરકારી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...