હવામાન:બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે જિલ્લામાં વરસાદી માહોલ જામશે

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવનારા દિવસોમાં તાપમાનનો પારો 36થી 38 ડિગ્રી સુધી જઈ શકશે

અઠિવાડિયાથી જિલ્લામાં અમૂક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ 6 સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લા કૃષિ હવામાન એકમે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. સુરત જિલ્લામાં 9મી સુધી મધ્યમ વરસાદ ત્યારબાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરત જિલ્લા કૃષિ હવામાન એકમના જણાવ્યા અનુસાર આગામી 8 અને 9 સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં વરસાદનું જોર વધશે. પશ્ચિમ બંગાલમાં લો પ્રસેર સિસ્ટમ સક્રિય થતાં વરસાદની શક્યતા રહેલી છે. બંગાળની ખાડીમાં 7મી સપ્ટેમ્બરના રોજ એક સરક્યુલેશન સક્રિય થશે. જે 8 અને 9ના રોજ લો પ્રેસરમાં ફેરવાશે. આ કારણે જિલ્લા સહિત દ. ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. 10મી સપ્ટેમ્બરથી લઈ 14માં સપ્ટેમ્બર સુધી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઓક્ટોબરથી ચોમાસું વિદાય લેશે
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં દેશના વાયવ્ય ખૂણામાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે. સાથે સાથે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે.

ખેડૂતોએ આ તૈયારી કરવી
10મી સપ્ટેમ્બર બાદ માધ્યમથી ભારે વરસાદને કારણે ખેતરમાંથી વધારાનાં પાણીનો નિકાલ કરવો, કેળાના પાકમાં ટેકાની વ્યવસ્થા કરવી. તુવેરની વાવણી કરતાં ખેડૂત મિત્રોએ પાળ કરીને વાવેતર કરવું. ડાંગરના ખેતરમાંથી વધારાના પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવી.

અન્ય સમાચારો પણ છે...