તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:બારડોલીના વોર્ડ નં.8માં ડ્રેનેજ સમસ્યા 5 વર્ષે પણ ન ઉકેલાતા રહિશોમાં નારાજગી

બારડોલી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
વોર્ડ નં.8 મા ડ્રેનેજ ઉભરાતા ભરાયેલા ખાબોચિયા. - Divya Bhaskar
વોર્ડ નં.8 મા ડ્રેનેજ ઉભરાતા ભરાયેલા ખાબોચિયા.
 • રહીશોએ જણાવ્યુ નગરસેવક રિપીટ થાય તો નોટાને મત આપીશું અથવા મતદાન ટાળીશું

બારડોલી નગરના વોર્ડ નં.8 ના જૂના પાવર હાઉસ વિસ્તારના રહીશો ડ્રેનેજ લાઇનની સમસ્યાથી 5 વર્ષથી રહીશો મુશ્કેલી વેઠી રહ્યાં છે. વારંવારની રહીશોને નગરપાલિકામાં રજૂઆત છતાં સમસ્યાનો કોઈ યોગ્ય યોગ્ય નિકાલ ન આવતા સ્થાનિકો આગામી પાલિકાની ચૂંટણીમાં જો નગરસેવક રીપીટ કરવામાં આવે તો નોટાને મત આપીશું અથવા મતદાનનો બહિષ્કાર કરવા સુધીની તૈયારી બતાવી છે.5084 મતદારોની સંખ્યા ધરાવતા નગરના વોર્ડ નં.8માં હાલ ભાજપના નગરસેવકો ચૂંટાયા હતા અને 5 વર્ષ દરમિયાન વર્ડનાં જૂના પાવર હાઉસ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

પાલિકા દ્વારા અવારનવાર મરામત કરાવવામાં આવી પરંતુ રહીશોના ઘરોના વેસ્ટ પાણીનો નિકાલ થતો નથી અને ગટર લાઇન વારંવાર ઉભરાઇ જવાના બનાવો બો છે. ત્યારે સ્થાનિક નગરસેવક પરેશભાઈને પણ રહીશોએ સમસ્યાનો નિકાલ લાવવા રજૂઆતો કરી હોવા છતાં નિરાકરણ ન થતાં રહીશોએ પાલિકા પ્રમુખને પણ રજૂઆત કરી હતી. પરંતુ શાસકો જ પોતાના આંતરિક ડખામાં વોર્ડ નં.8 ના વિકાસના કામો પર યોગ્ય ધ્યાન ન આપતા હોવાથી રહીશોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સાથે આજ વોર્ડમાં ભરવાડ વસાહતમાં સ્ટ્રીટ લાઇટની પણ સમસ્યા લોકો ભોગવી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

રહીશોએ જાતે ખાડા ખોદી પાણીનો નિકાલ કરવો પડી રહ્યો છે
વોર્ડ નં. 8 માં પાલિકાના શાસકોની બેદરકારીને લીધે છાશવારે ડ્રેનેજ લાઇન ઉભરાઇ જતાં રહીશોએ જાતે ઘરની આગળ ખાડા ખોદી પાણીનો નિકાલ કરવો પડે છે અને ખાડા ભરાઈ જતાં પાણી પણ જાતે જ બહાર કાઢવામાં આવે છે. આ સમસ્યાથી જૂના પાવર હાઉસ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજેશભાઈ વાઘ, વોર્ડ નં.8ના રહીશ

મને ખ્યાલ છે પણ રસ્તો ખોદવા મંજૂરી ન મળી
વોર્ડ નં.8 ની ડ્રેનેજ લાઇનની સમસ્યા અંગે મને ખ્યાલ છે અને સમસ્યાના ઉકેલ માટે રસ્તો ક્રોસ કરી લાઇન કરવી પડે એમ હોવાથી આર.એન્ડ બી વિભાગમાં રસ્તો ખોદી લાઇન ક્રોસ કરવા માટેની મંજૂરી માંગી હતી પરંતુ હજુ સુધી મંજૂરી ન મળતા સમસ્યાનો ઉકેલ થયો નથી. પરેશભાઈ પટેલ, નગરસેવક વોર્ડ નં.8

વોર્ડ નં.8 ના મતદારની સંખ્યા
વોર્ડ નં 8માં કુલ 5084 મતદારો છે જેમાં પુરુષ મતદારોની સંખ્યા 2603 છે અને 2481 મહિલા મતદારો મળી 5084 મતદારોની સંખ્યા ધરાવે છે.

હું પાર્ટીનો કાર્યકર પરંતુ કોર્પોરેટર રિપીટ થશે તો નોટાને મત આપીશ
હું પોતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છુ પરંતુ છેલ્લા 5 વર્ષમાં અમારા વોર્ડ નં.8 માં વિકાસના કામો અપેક્ષા મુજબના થયા નથી અને જૂના પાવર હાઉસ વિસ્તારની ગટર લાઇનની સમસ્યા ઉકેલવામાં પાલિકાના સત્તધીશો પાંગળા પુરવાર થયા છે. જો ફરી આજ કોર્પોરેટરને રીપીટ કરશે તો અમે નોટાને મત આપીશું અથવા મતદાન બહિષ્કાર કરીશું. - વિજયભાઇ પાટિલ, વોર્ડ નં.8ના રહીશ, બારડોલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો