15 વર્ષ જુના વાહનો પર પ્રતિબંધ બાદ:બારડોલી RTOમાં વાહનનોનું રિન્યુયલ પાસિંગ બમણું

બારડોલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
બારડોલી  RTO - Divya Bhaskar
બારડોલી RTO
  • મે માસમાં કાર અને બાઇક મળી 100 વાહનો રિ રજીસ્ટ્રેશન થયા હતા જે સપ્ટેમ્બરમાં 200 નજીક પહોંચ્યા

સરકાર દ્વારા 15 વર્ષ જૂના વાહનો ફેરવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, સાથે જ સારી કંડિશનના વાહનોની ક્ષમતાની ચકાસણી આરટીઓ દ્વારા કરાવી રી રજીસ્ટ્રેશન થાય એવા વાહનોને છૂટ આપવામાં આવી છે. ત્યારે બારડોલી આરટીઓમાં પણ જૂના વાહનોના રી પારસિંગ માટે વાહન ધારકોમાં વધારો જોવા મળી રહ્યો છે.

સરકાર દ્વારા માર્ગ પર થતાં અકસ્માતો અટકાવવા તેમજ પ્રદૂષણમાં ઘટાડો થાય એવા આશયથી 15 વર્ષ જૂના વાહનોની ક્ષમતાની ચકાસણી કરી યોગ્ય પરીક્ષણમાં પાસ થાય એવા વાહનો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરાતા જુના વાહન ધારકો પોતાના વાહન રી પાસિંગ કરાવવા આરટીઓ કચેરીએ દોડી રહ્યા છે, જેમાં બારડોલી આરટીઓ કચેરીએ પણ જૂના વાહનોના રી રજીસ્ટ્રેશન માટે છેલ્લા 5 માસમાં બમણો વધારો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ મે 2021માં 100 વાહનોનું રી રાજીસ્ટ્રેશન બારડોલી આરટીઓ કચેરીમાં થયું હતું, જ્યારે જૂન માસમાં 174 જ્યારે સપ્ટેમબર માસમાં 196 વાહનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જે મે માસની સરખાણીએ ડબલ વધારો નોંધાયો છે જેને લઈ આરતીઓની આવકમાં પણ વધારો થયો છે. સરકારે લીધેલા નિર્ણયનો અમલીકરણ થવાની શરૂઆત થઈ છે, ત્યારે પોતાના જૂના વાહનો પર પ્રતિબંધ મુકાઇ એવી બીકે બારડોલી આરટીઓ કચેરીએ ધસારો જોવા મળી રહ્યો છે.

ટુ વ્હિલના રિ-રજીસ્ટ્રેશનમાં થાય છે આ ચીજો ચેક
જૂના મોટરસાયકલના ફરી રજીસ્ટ્રેશન કરાવવા માટે વાહનની કંડિશન એન્જિન અને બોડી લાઇન સારી હોવી જોઇએ, હેડ લાઇટ, ટેલ લાઇટ, સાઈડ મિરર, સિગ્નલ ઇન્ડિકેટર તેમજ વીમો અને વાહનનું પિયુસીની જરૂર રહે છે

જૂની કારના રિ-પાસિંગ માટે આટલું જરૂરી
આરટીઓ કચેરીએ જૂના ફોર વ્હીલર વાહનોના રી રજીસ્ટ્રેશન માટે વાહનનો વીમો, પિયુસી, આરસીબુક, વાહન સી.એન.જી કે એલ.પી.જી હોય તો સિલિન્ડરનો હાઇડ્રો ટેસ્ટ રિપોર્ટ, ટેલ લાઇટ, હેડ લાઇટ, સાઈડ મિરર, એન્જિન તેમજ બોડી લાઇનની કન્ડિશન વગેરે હોવું અનિવાર્ય છે.

અન્ય સમાચારો પણ છે...