હેલ્પ લાઇન:વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સામે જરાય ડરો નહીં, પોલીસનો સંપર્ક કરો

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજખોરોના દુષણને દુર કરવા પોલીસ દ્વારા ખાસ નંબર જાહેર કરાયો

સુરત જિલ્લામાં વ્યાજખોરનો આંતક કોઈ નવી વાત નથી. લાયસન્સ વિના ગેરકાયદે રીતે નાણાં ધીરનાર ઈસમો દ્વારા ઉંચા વ્યાજે નાણાં ધીરી, લોન આપી નાગરિકો પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે. અવારનવાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદો આવે છે. પરંતુ ન નોંધાતી ફરિયાદોની સંખ્યા મોટી છે. ત્યારે હવે સુરત જિલ્લા પોલીસે જાહેર જનતાને અપિલ કરી પઠાણી વ્યાજનું ઉઘરાણું કરતાં તત્તવો સામે વગર બીકે સામે આવી ફરિયાદ કરવાનું અથવા 9979105082 પર સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.

સુરત જિલ્લામાં વ્યાજખોરોનું દૂષણ વ્યાપક પણે છે. અનેક પરિવારો વ્યાજના ખપ્પરમાં હોમાઈ ગયા છે. ત્યારે હવે જિલ્લાના રહીશો પોલીસેે આ દૂષણને નાથવાનું અભિયાન શરૂ કરતાં જાહેર જનતાને અપિલ કરી છે કે કોઈપણ નાગરિકને વગર લાયસન્સે ઉંચા વ્યાજદરે ગેરકાયદેસર વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ આપવા જિલ્લા પોલીસવડાની કચેરી અથવા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.

આ કારણે લોકોમાં ભય
મોટા વ્યાજ અને પઠાણી વ્યાજ ઉઘરાવતા તત્ત્વો મોટાભાગે માથાભારે અને પહોંચ ધરાવતાં લોકો હોય છે.જેથી વ્યાજના ચુંગલમાં ફસાયેલા લોકો ફરિયાદ કરતાં પણ ડરે છે. અને ઉંચુ વ્યાજ ચૂકવવા છતાં તેઓ વ્યાજખોર સામે થવાની હિંમત કરતાં નથી, અને પોલીસનો ભરોસો કરતાં નથી.

અન્ય સમાચારો પણ છે...