તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય કાર્ય:જન્મદિનનો ખર્ચ ન કરી સોનગઢ, નિઝરમાં બે ઓક્સિજન કોન્સન્ટ્રેશન દાનમાં આપ્યા

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ઓક્સિજન કોન્સન્ટ્રેસન અપાયા હતા. - Divya Bhaskar
જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ઓક્સિજન કોન્સન્ટ્રેસન અપાયા હતા.
  • બારડોલીના ઇશનપોર ગામના પટેલ પરિવારનું સરાહનીય કાર્ય

બારડોલી તાલુકાના ઇશરોલી ગામના પટેલ પરિવારમાંના બાળકના જન્મ દિવસમાં ખોટા ખર્ચા ન કરી જરૂરિયાતમંદને સહાય કરવાનું વિચારી તાપી જિલ્લાના અંતરિયાળ ગામમાં બે કોન્સનટ્રેશન દાનમાં આપવામાં આવ્યા હતાં. કોરોના કાળમાં લોકોને ઓક્સિજન માટે તકલીફ પડી હતી તે ફરી ન પડે તેવો વિચાર બર્થડે બોયને આવ્યો હતો અને પરિવારે સહકાર આપ્યો હતો.

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજનની વધુ જરૂર પડી હતી. ઓક્સિજનની જરૂરિયાત હોવા છતાં ન પહોંચી વળતાં મુશ્કેલી સર્જાય હતી. જે પરિસ્થિતને કારણે ઇશરોલીના મહેન્દ્રભાઈ પટેલ પરિવાર દ્વારા સરાહનીય કાર્ય કરાયું હતું. મહેન્દ્રભાઈ પટેલનો નાનો દીકરો રુદ્રનો 21મી જૂનના રોજ જન્મ દિવસ છે. જન્મદિવસમાં ખોટા ખર્ચા કરવા કરતાં તેણે સેવાકીય કાર્ય માટે પરિવારને જણાવ્યું હતું અને પરિવાર તૈયાર થતાં આદિવાસી વિસ્તારોમાં સંકટ સમયે ઓક્સિજન અછત વર્તાય છે. જે જેમાં રાહત આપવા ઓક્સિજન કોન્સટ્રેટર મશીન દાન આપવાનું નક્કી કર્યું હતું. રુદ્ર તેમજ પરિવાર સાથે તાજપોર કોલેજના આચાર્ય લતેસ ચૌધરીની ઉપસ્થિતિમાં સોનગઢ અને નિઝરના અંતરિયાળ ગામો માટે બે ઓક્સિજન કોનસનટ્રેટર મશીન દાન કરવામાં આવ્યું હતું.

સેવાકીય કાર્ય માટે કાકા થકી પ્રેરણા મળી
રૂદ્રના કાકા અમેરિકાના ડલાસ ખાતે રહે છે. તેમના દ્વારા જ આ મશીન મોકલવામાં આવ્યા હતા. વતન માટે ઓક્સિજનની સહાય માટે હાલ ડલાસ ફોટ વર્થ લેઉવા પાટીદાર સમાજ તેમજ ઓમકાર સત્સંગ મંડળના સહયોગ વડે હાલમાં જ 250 જેટલા ઓક્સિજન કોનસનટ્રેટર વતન બારડોલી મોકલવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...