તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદો:બારડોલીમાં વિસર્જન વેળાએ શોભાયાત્રા સાથે ડીજે પણ રાખી શકાશે

બારડોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નક્કી કરેલા પોઇન્ટ સુધી બંનેને મંજૂરી

બારડોલી નગરના ગણેશ મંડળની ગણેશ વિસર્જન માટેની અવઢવનો અંત આવ્યો શ્રીજી વિસર્જન વેળાએ ડીજેના તાલે સોસાયટીના ગેટ સુધી ગણેશજીની શોભા યાત્રા કાઢી શકાશે. બારડોલી પોલીસ સ્ટેશનમાં મામલતદારની અધ્યક્ષતામાં નગરના આગેવાનો અને ગણેશ મંડળો સાથે મળેલી શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો વાજતે ગાજતે બાપાની વિદાયના વહીવટી તંત્રના નિર્ણયથી ગણેશ ભક્તોમાં ખુશી જોવા મળી હતી.

બેઠકમાં થયેલી ચર્ચા મુજબ નગરના તમામ ગણેશ મંડળોએ શ્રીજીના સ્થાપન અંગે મામલતદાર કચેરીએ નોંધણી કરાવવી પડશે.હાલ નગરમાં 15 જેટલા શ્રીજીની પ્રતિમા કલેક્શન માટેના પોઇન્ટ બનાવવાનું પાલિકા વિચારી રહી છે.નક્કી કરેલા પોઇન્ટ પરથી શ્રીજીની પ્રતિમા લઇ પોતાના વાહનોમાં સુરત લઇ જઇ દરિયામાં ધર્મની લાગણી ન દુભાઈ એનું ધ્યાન રાખી વિસર્જન કરશે વધુમાં નગરના જાહેર માર્ગો પર અડચણ રૂપ ગણેશ પંડાલો ન બનાવાશે સોસાયટી ની જગ્યા કોમન પ્લોટ તેમજ કોઈને નડતર રૂપ ન હોય એવી જગ્યાએ ગણેશ સ્થાપન કરી શકાશે.

મંડપ પર ભીડ ભેગી ન થાય એનું ધ્યાન ગણેશ મંડળોએ રાખવાનું રહેશે કોઈ પણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કે ગરબા યોજાનાર મંડળો સામે જાહેરનામા ભંગ નો ગુનો નોંધી કાર્યવાહી કરાશે એમ પણ બેઠકમાં જણાવાયું છે તંત્ર દ્વારા ગણેશજીની વાજતે ગાજતે કોવિડ ગાઈડ લાઇન મુજબ વિદાયના નિર્ણયથી ભક્તોમાં ખુશી છે.

દોઢ વર્ષથી બંધ ધંધામાં નવા પ્રાણ ફૂંકાશે
કોરોના મહામારી દરમિયાન છેલ્લા દોઢ વર્ષથી વધુના સમયથી ડીજે સંચાલકોની હાલત કફોડી બની છે જ્યારે અન્ય ધંધા રોજગારો શરૂ થવા છતાં ડીજે સંચાલકો માટે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાયો ન હતો હાલ ગણેશ વિસર્જનમાં મૂર્તિના કલેક્ષન પોઇન્ટ સુધી ડીજે વગાડવાની છૂટ અપાતા સંચાલકો બારડોલી વહીવટી તંત્રનો આભાર માને છે. - કેતન પટેલ, ડીજે સંચાલક બારડોલી

ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખી મંજૂરી
ગણેશ મંડળો અને ભક્તોની માંગ મુજબ તેઓની આસ્થાને ઠેસ ના પહોંચે એ હેતુથી પ્રતિમાના કલેક્શન પોઇન્ટ સુધી ડીજે, વાજિંત્રો સાથે વાજતે ગાજતે શ્રીજીનું વિસર્જન માટે કોવિડ ગાઈડ લાઇનના પાલન સાથે મંજૂરી આપવામાં આવી છે. > પી.આઈ, બારડોલી

અન્ય સમાચારો પણ છે...