સારા વેપારની આશા:કોરોના મંદો પડતાં દિવાળીએ ફટાકડા બજારમાં તેજીના એંધાણ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલીમાં શરૂ થયેલા ફટાકડાના સ્ટોલ પર ફટાકડાની ખરીદી શરૂ - Divya Bhaskar
બારડોલીમાં શરૂ થયેલા ફટાકડાના સ્ટોલ પર ફટાકડાની ખરીદી શરૂ
  • બારડોલીમાં ગત વર્ષે વેપારીઓએ 75 લાખના ફટાકડા ખરીદ્યા હતા પરંતુ આ વર્ષે 3 કરોડથી વધુના ફટાકડા વેચાણ અર્થે મુક્યા
  • ફટાકડાના ​​​​​​​સ્ટોલ લાગ્યા, શરૂઆતમાં જ સારો વેપાર મળતા દિવાળીના સમયે વેચાણ વધવાની વેપારીઓની આશા

કોરોના કાળ દરમિયાન ગત વર્ષે દિવાળીની સિઝનમાં વેપારીઓને ભારે આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેમાં ફટાકડાના વેપાર પર પણ માઠી અશર જોવા મળી હતી. ચાલુ વર્ષે કોરોના સંક્રમણ ઘટતા સ્થિતિ સામાન્ય થઈ છે, ત્યારે દિવાળીમાં બારડોલીમાં ફટાકડાના વેપારમાં ચાલુ સિઝનમાં તેજી આવવાની વેપારીઓને છે. જેથી ગત વર્ષની સરખામણીમાં વધુ જથ્થો બજારમાં મુક્યો છે. એક વેપારીઓ અંદાજે 70 થી 75 લાખના વધુ ફટાકડા વેપાર માટે લાવ્યા છે. બારડોલીમાં જ અંદાજે 3 કરોડથી વધૂના ફટાકડા વેચાણ માટે મૂકવામાં આવ્યા છે.

ચાલુ વર્ષે સરકાર તેમજ તંત્રના અથાગ પ્રયાસોથી કોરોના રસી કરણ વધ્યું છે, અને કોરોના સંક્રમણ નહિવત થયું છે. જેને લીધી બજારો ખૂલી ગયા છે. જનજીવન સામાન્ય બન્યું છે. બજારમાં લોકો ખરીદી માટે અવર-જવર વધી રહી હોવાનું જણાય રહ્યું છે. ત્યારે વેપારીઓ પણ ચાલુ વર્ષે વધુ વેપાર કરવાનું નક્કી કરી દુકાનોમાં નવા માલની ખરીદી કરી છે. બારડોલી નગરના ફટાકડાના વેપારીઓ તેમજ વિવિધ સહકારી મંડળીઓ ઓછા નફાએ દિવાળી સમયે બારડોલી નગરમાં ફટાકડાનો વેપાર વર્ષોથી કરે છે. જે કોરોના સમય દરમિયાન વેપારમાં ઘટાડો થયો હતો.

જોકે ચાલુ વર્ષે બારડોલી નગરમાં ફટાકડાના વિક્રેતાઓના મતે બજારમાં તેજીના એંધાણ વર્તાઇ રહ્યા છે. જેથી ગત વર્ષે વેપારીઓ દોઢથી બે કરોડના ફટાકડાઓ સામે, ચાલુ વર્ષે નગરમાં 3 કરોડથી વધુ ફટાકડા વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. અને દિવાળીમાં સારો વેપારની આશા વેપારીઓ સેવી રહ્યા છે.

દશેરા બાદ બારડોલીમાં સહકારી મંડળીઓ તેમજ વેપારીઓએ નગરના વિવિધ વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ લગાવ્યા છે. ત્યારે શરૂઆત થી જ કોઠી, ચકરડી તનકતારા સહિત પિસ્તોલની સારું વેચાણ નોંધાતા સારા વેપારની આશા વેપારીઓ રાખી રહ્યા છે.

ફટાકડાની 500થી વધુ વેરાઇટી ઉપલબ્ધ
બારડોલીના ફટાકડા બજારમાં વેપારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે વિવિધ પ્રકારના કલરિંગ, પ્લેન, ગોલ્ડન તેમજ 4 ઇંચ થી લઈ 3 ફૂટથી વધુની લંબાઈ વાદા તનકટારા, વિવિધ પ્રકારની કોઠી, માટલાં કોઠી, વિવિધ અવનવા ફટાકડાઓ તેમજ આતસબાજી સહિત 500થી વધુ પ્રકારની વેરાયટીઓ ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...