આવેદન:જિલ્લા યુથ કોંગ્રેસની નવસારી LCB પીઆઈને સસ્પેન્ડ કરવા માંગણી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લા યુથ કોંગ્રેસે બારડોલી પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતુ. - Divya Bhaskar
સુરત જિલ્લા યુથ કોંગ્રેસે બારડોલી પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતુ.

નવસારીના લુન્સીકૂઈ મેદાન ખાતે 31 મેનાં રોજ GEB જેટકોનાં કર્મચારીઓનાં હક મામલે યોજવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ સાથે પોલીસે ગેર વર્તન કરવામાં આવ્યુ હોવાનું જણાવી પી.આઈને સસ્પેન્ડ તેમજ તેનાં વિરુદ્ધમાં એટ્રોસિટી એકટ મુજબ ગુનો દાખલ કરવા માંગ સાથે જિલ્લા યુથ કૉંગ્રેસ દ્રારા રાજ્યપાલને સંબોધતુ આવેદન બારડોલી પ્રાંતને આપ્યું હતુ.

સુરત જિલ્લા યૂથ કોંગ્રેસે આપેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ GEB જેટકોનાં આઉટસોર્સિંગનાં કર્મચારીઓનાં હક અને અધિકાર માટે નવસારીના લુન્સીકૂઈ મેદાન ખાતે એક કાર્યક્રમ આપવામા આવ્યો હતો, જે કાર્યક્રમમાં વાંસદાનાં આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ હાજર રહી સમગ્ર મામલો ઉજાગર કરી ન્યાય અપાવવા માંગ કરવામાં આવી હતી, પરંતુ સ્થળ પર હાજર નવસારી જિલ્લાના LCB પી.આઈ દિપક કોરાટે આયોજન પૂર્વક અનંત પટેલના ગળાનાં ભાગે હાથની કોણીથી દબાવવાનો પ્રયાસ કર્યો હતો, જે મામલે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં.

સાથે જ આદિવાસી સમાજમાં આક્રોશની લાગણી ઊભી થતા આજરોજ સુરત જિલ્લા યુથ કૉંગ્રેસ પ્રમુખ હર્ષલ સુરેશભાઈ ચૌધરીની આગેવાનીમાં બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ, LCB પી.આઈ દિપક કોરાટને સસ્પેન્ડ કરી એટ્રોસિટી એકટ હેઠળ ધરપકડ કરવા માગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...