સુરત જિલ્લા પંચાયત હસ્તકની 9 તાલુકાઓમાં 938 શાળાઓ આવેલી છે. જે શાળાઓમાં 1.13 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે. જે તમામ શાળાઓ પૈકી ધો.1 થી 5ની 650થી વધું શાળાઓ આવેલી છે. જે શાળાઓમાં પરીક્ષાલક્ષી સ્ટેશનરી તેમજ અન્ય સ્ટશનરીનાં અભાવે શિક્ષકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. શાળામાં ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને રિઝલ્ટ આવવા માટે રિઝલ્ટ શીટ પણ ન ફળવાતા શિક્ષકો તમામ શાળાઓમાં વિધ્યાર્થીઓને રિઝલ્ટ આપવા માટે શિક્ષકો હાલાકી અનુભવી રહ્યા છે.
ઉપરાંત કોમ્પ્યુટર વગરની શાળાઓએ આજે વિદ્યાર્થીઓનું પરિણામ બહાર પ્રિન્ટ કઢાવવાની નોબત આવી છે.સુરત જિલ્લા પંચાયત દ્રારા SAS ઓનલાઈન એપ્લિકેશન દ્રારા તમામ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપવામાં આવી રહ્યુ છે. જિલ્લા પંચાયત સંચાલિત વિદ્યાર્થીઓની મોટી સંખ્યા ધરાવતી ધો.1થી 8ની શાળાઓ કે જેઓને સરકાર દ્રારા ઈન્ટરનેટ અને કોમ્પ્યુટરની સુવિધા ફાળવવામાં આવી છે.
તેવી શાળાઓને તકલીફ ભોગવવાનો વારો આવતો નથી, પરંતું ધો.1 થી 5ની નાની શાળાઓમાં ઈન્ટરનેટ માટે પૈસા તો ફ્ળવાઈ છે પરંતું કોમ્યુટરની સુવિધા ફાળવવામાં આવતી નથી, ત્યારે આવી નાની શાળાઓએ વિદ્યાર્થીઓનાં પરિણામ પત્રોની પ્રિન્ટ સ્વ ખર્ચે કરવાની નોબત આવે છે.
પરીક્ષા લક્ષી સ્ટેશનરી જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્રારા ફાળવવાની હોઇ અને અન્ય શાળાની સ્ટેશનરી જેમ કે વિદ્યાર્થી અને શિક્ષકોનું રજીસ્ટર, એલ.સી.બુક, હાજરી પત્રક, શાળામાં હાજર કરવાના નમૂના અને જનરલ બુક સહિતનું મટિરિયલ સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવાનું હોઇ છે. જોકે દર વર્ષે તાલુકા પંચાયતને ગ્રાન્ટ તો ફાળવતી હોઇ છે. પરંતું તાલુકા પંચાયત દ્વારા તમામ મટિરિયલ જે તે શાળાને ફાળવવામાં નહીં આવતાં આખર તેઓએ શાળાની વિકાસની ગ્રાન્ટમાંથી ખર્ચો કરવો પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.