• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • District Education Sangh And Karma Mahamandal Protests In Bardoli; A Rally Was Organized For The Petitioner, The Application Form Was Given To The Provincial Officer

સંઘની જંગ:બારડોલીમાં જિલ્લા શિક્ષણ સંઘ અને કર્મચારી મહામંડળનો વિરોઘ; પડતર માંગોને લઈ રેલીનું કરાયું આયોજન, પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

બારડોલીએક મહિનો પહેલા

સુરત જિલ્લા શિક્ષણ સંઘ અને કર્મચારી મહામંડળ દ્વારા સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ બારડોલી ખાતે જિલ્લા કક્ષાની મોટી રેલીનું આયોજન કરાયું હતું. જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષકોએ રેલી યોજી પડતર માંગોને લઇને શિવાજીચોકથી નીકળી પ્રાંત કચેરીએ પહોંચ્યા જ્યાં પ્રાંત અધિકારીને તેમણે આવેદન આપ્યું હતું.

શિક્ષક સંઘની સરકાર સામે જંગ
રાજ્યમાં શિક્ષક સંઘ અને કર્મચારી મહામંડળ ફરી વાર સરકાર સામે જંગે ચડ્યાં છે અને પડતર પ્રશ્નો માટે આંદોલનની શરૂઆત પણ કરાઈ છે. જેના ભાગરૂપે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે શિક્ષક સંઘ દ્વારા પડતર માંગોને લઇને રેલીનું આયોજન કરાયું હતું. બારડોલીના શિવાજી ચોક નજીકથી શિક્ષકોએ રેલીની શરૂઆત કરી હતી અને આર.ટી.ઓ રોડથી તલાવડી થઈ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા.

પડતર માંગોને લઈ શિક્ષકો આક્રામક બન્યા
રેલીમાં શિક્ષકો 15 જેટલી પડતર માંગોને લઇ આક્રમક બન્યા હતા અને સરકાર સામે સુત્રોચ્ચારો કરી પ્લેકાર્ડ દર્શાવી રેલી યોજી હતી. સરકાર દ્વારા જૂની પેન્શન પ્રથા બંધ કરી દેવાતા શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. શિક્ષકો દ્વારા બંધ કરી દેવાયેલ જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામા આવે, સાતમા પગાર પંચનો સમાન લાભ આપવામાં આવે , નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શિક્ષક વિરોધી જોગવાઈ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...