ચૂંટણી:બારકોડવાળી 47 લાખથી વધુ મતદાન સ્લીપોનું વિતરણ શરૂ

બારડોલી‎2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ મતક્ષેત્રોમાં તા.25મી નવે.સુધી બારકોડવાળી મતદાર માહિતી સ્લીપનું વિતરણ

સુરત જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે વિવિધ કામગીરી અંતિમ ચરણમાં છે, ત્યારે તા.21 નવેમ્બરથી બી.એલ.ઓ ઓફિસરો દ્વારા સુરત જિલ્લાના 16 વિધાનસભા વિસ્તારોમાં બારકોડવાળી મતદાર માહિતી સ્લીપનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા 47,45,980 મતદાર સ્લીપ છાપવામાં આવી છે. જેનું તા.25મી નવે.સુધી તમામ વિધાનસભા મત વિસ્તારોમાં વિતરણ કરાશે. હાલમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે ઘરે જઈને મતદાતાઓને સ્લીપ આપવામાં આવી રહી છે.

મહત્વપૂર્ણ કે, મતદાર સ્લીપમાં આ વખતે ફોટોને બદલે બારકોડ પ્રિન્ટ કરવામાં આવ્યો છે. આ બારકોડ સ્કેન કરતાજ મતદારની વિગતો જોવા મળે છે. ઉપરાંત, સ્લીપમાં મતદારનું નામ, વિધાનસભા મત વિસ્તાર, મતદાર ઓળખપત્ર નંબર, મતદાર ભાગ નંબર તથા સરનામુ, મતદાર ક્રમાંક, મતદાન મથકનું નામ, સી.ઈ.ઓ.ની વેબસાઈટ, સી.ઈ.ઓ. કોલ સેન્ટર ટોલ ફ્રી નં. 1950 જેવી વિગત પણ દર્શાવવામાં આવી છે. મતદાર સ્લીપની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ પણ આપવામાં આવ્યો છે. સ્લીપમાં મતદાનની તા.1-12-2022 તેમજ મતદાનનો સમય સવારે 8.00 થી સાંજે 5.00 પણ દર્શાવવામાં આવ્યો છે.

બારકોડ સ્કેન કરતાં કોઈ પ્રકારની વિગત મતદારને જોવા મળતી નથી
સુરત જિલ્લામાં વિધાનસભા 2022ની ચૂંટણીમાં બારકોડેડ પ્રિન્ટ વાળી મતદાર સ્લીપ તંત્ર દ્વારા મતદારોને પહોંચાડવામાં આવી હતી. જેમાં જમણી તરફ બારકોડ પ્રિન્ટ કરવામાં આવ્યો છે અને આ કોડ સ્કેન કરવાથી મતદારની વિગત જોવા મળશે એવું જણાવવામાં આવ્યું છે. પરંતુ બારકોડ સ્કેન કરતાં કોઈ પ્રકારની વિગત મતદારને જોવા મળતી નથી. જેથી મતદારો મુઝવણમાં મુકાયા છે. આ અંગે બારડોલીના ચૂંટણીની કામગીરી કરતાં અધિકારીને આ અંગે પૂછતાં તેઓ પણ કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતાં.

અન્ય સમાચારો પણ છે...