તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનસેવા:પ્રાણવાયુની અછત ડામવા પાંચ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 1700 ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું વિતરણ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજનની સુવિધા નથી એવા વિસ્તારમાં પણ કોરોનાની સારવાર મજબૂત કરવાનો પ્રયાસ

બારડોલીના રામજી મંદિરમાં સુરત જી.પં.ના પ્રમુખ ભાવેશભાઇ પટેલ તથા સુરત જીલ્લા ક્લેક્ટર ધવલ પટેલની હાજરીમાં દ.ગુજરાતના 5 જીલ્લા સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીના આશા વર્કર અને યુવા અધિકારીઓને 315 ગામો માટે કુલ 60 લાખના 560 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનનું લોકાર્પણ કરાયું હતું. સાથે ઓક્સિમીટર તથા થર્મલ ગન પણ આપવામાં આવી હતી. બારડોલીના દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં દ.ગુજરાતના પાંચ જીલ્લા ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને સુરત, માંડવી, ઉમરપાડામાં આવા 1700થી વધુ મશીન, 5 લાખ માસ્ક તથા 25000 અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ જન સેવાનું પ્રેરક બળ અમેરીકાના દાનવીર અને રાષ્ટ્ર સેવક બી.યુ. પટેલ છે.

આ રીતે કામ કરે છે કોન્સન્ટ્રેટર
વાતાવરણની હવામાં 21 % ઓક્સિજન અને 78 % નાઇટ્રોજન તથા 1 % અન્ય વાયુ હોય છે. આ મશીન વાતાવરણની હવાને ખેંચે છે અને વાતાવરણની હવામાંથી નાઇટ્રોજન શોષી લે છે અને છેલ્લે વધે છે માત્ર ઓક્સિજન અથવા પ્રાણવાયુ જે 90-93% શુદ્ધ હોય છે. આ વાયુનોઝલ ટયુબ દ્વારા નાકમા સીધો જ લઇ શકાય છે.

સળંગ 2 કલાક સુધી ઓક્સિજન આવી શકે છે
છુટો પડેલ ઓકિસજન સુકો હોય છે. તેથી તેને ભેજવાળો કરવો જરૂરી છે તે માટે મશીનમાં પાણીની બોટલ હોય છે જેમાં RO કે મીનરલ વોટર ભરીને તેમાંથી ઓક્સિજન પસાર કરવામાં આવે છે.

આરોગ્ય સુવિધા વિનાના વિસ્તારમાં આ મશીન પ્રાણરક્ષક સાબીત થશે
ગામડામાં અંતરિયાળ વિસ્તારમાં કે જ્યા ઓક્સિજનની સુવિધાવાળા દવાખાના કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી. ત્યા આ મશીન પ્રાણરક્ષક બનશે. અને અનેક લોકોને કોરોના સામે જીતવામાં મદદરૂપ બનશે.

ત્રણ પ્રકારના મશીનનું વિતરણ

  • મોડેલ-A 1 લીટર ઓક્સિ. પ્રતિ મિનિટ આપે
  • મોડેલ-B 5 લીટર ઓક્સિ. પ્રતિ મિનિટ આપે
  • મોડેલ-C 10 લીટર ઓક્સિ. પ્રતિ મિનિટ આપે
અન્ય સમાચારો પણ છે...