વિવાદ:ગોદાવાડી પંચાયત વિસ્તારના પાડવામાં આવેલા વોર્ડના સીમાંકન મુદ્દે વિવાદ

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલાટી કમ મંત્રી દ્વારા બનાવેલ યાદી બાબતે બે જૂથો સામ સામે હોવાની ચર્ચા

માંડવી તાલુકાના ગોદાવાડી ગામે હાલમાં જ પ્રસિદ્ધ થયેલ વોર્ડ અનુસારની મતદાર યાદીના કારણે વિવાદ ઊભો થયો છે. 2016ની ચૂંટણી સમયના વોર્ડની યાદી યથાવત રાખવાની માંગ સાથે સરપંચ તથા ચૂંટાયેલા સભ્યોએ તાલુકાના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરતાં ગોદાવાડી ગામનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરપંચ તથા ચૂંટાયેલા સભ્યો દ્વારા લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે તલાટી કમ મંત્રીએ યાદી બનાવી જે તે અંગે સરપંચ કે સભ્યોને કોઈ પણ વિશ્વાસમાં લીધા નથી. જેથી પંચાયતને મંજૂર નથી આમ નવા સીમાંકનમાં ધરખમ ફેરફાર કરી દેવાતા ચૂંટાયેલા સભ્યો નારાજ થયા હતાં અને વોર્ડનં 10 માત્ર 45 મતદારોનો જ બનાવવા ઉપરાંત અન્ય વોર્ડની રચના પણ પારદર્શકતા જણાતી નથી અને નીતિ નિયમોમાં ઉલ્લંઘન સાથે બોર્ડ રચના થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ 2016ની ચૂંટણી સમયની વોર્ડ રચનાનો જ પુનઃ અમલ માટેની માંગ કરી છે.

સલાહ લઈ આગળની કાર્યવાહી ધરાશે
વોર્ડ રચના બાબતે વાંધા અરજી આવતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજા જુથ દ્વારા એજ યાદી યથાવત રાખવાની વાંધા અરજી આવી હતી. જેથી ઉચ્ચ કચેરીએથી અધિકારીઓની સલાહ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. > અંકિતભાઈ, તલાટી કમ મંત્રી, ગોદાવાડી ગ્રામ પંચાયત વોર્ડ રચના બાબતે વાંધા અરજી આવતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજા જુથ દ્વારા એજ યાદી યથાવત રાખવાની વાંધા અરજી આવી હતી. જેથી ઉચ્ચ કચેરીએથી અધિકારીઓની સલાહ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. > અંકિતભાઈ, તલાટી કમ મંત્રી, ગોદાવાડી ગ્રામ પંચાયત

અન્ય સમાચારો પણ છે...