"પુઢચા વર્ષી લૌકરિયા":બારડોલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રા નીકળી; તલાવડી ખાતે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ

બારડોલીએક મહિનો પહેલા

સુરત જિલ્લામાં ગણેશ વિસર્જનને ધ્યાનમાં લઈ બારડોલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. બારડોલી તાલુકામાં ગણેશ વિસર્જનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે. નગરના તલાવડી વિસ્તાર નજીક મૂર્તિઓ એકત્ર કરવા ટ્રકો પણ મુકાઈ છે. તેમજ રાજમાર્ગ ઉપર નાના મંડળો પણ ગણપતિ યાત્રામાં જોડાઈ રહ્યા છે.

9 દિવસ સુધી વિઘ્નહર્તાની પૂજા અર્ચના બાદ આજે ગણેશ વિસર્જનનો દિવસ છે. ત્યારે ખાસ કરીને સુરત જિલ્લાના બારડોલીમાં પણ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ વખતે તળાવ તેમજ નદીઓને બાદ કરીને વહીવટી તંત્ર દ્વારા બારડોલીના તલાવડી વિસ્તાર નજીક તમામ ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરીને દરિયામાં વિસર્જિત કરવાનું નક્કી કરાયું હતું. બારડોલી નગરમાં 138 જેટલી મૂર્તિઓની નોંધણી પોલીસ ચોપડે થવા પામી હતી .જેમાં ખાસ કરીને સ્ટેશન રોડથી રાજમાર્ગ થઈ નીકળનાર વિસર્જનના યાત્રામાં 48 જેટલી પ્રતિમાઓ જોડાઈ છે. બપોર બાદ ધીમે ધીમે ગણેશ મંડળ દ્વારા પોતાના ગણપતિની મૂર્તિઓને લઈને વિસર્જન યાત્રાના રૂટ પર શરૂઆત કરી દેવામાં આવી છે. નાના નાના ગણેશ મંડળો આ વિસર્જન યાત્રામાં પોતાનો ક્રમ મેળવીને જોડાઈ રહ્યા છે.

નગરના સ્ટેશન રોડથી થઈ જલારામ મંદિર અને જલારામ મંદિરથી લીમડા ચોક થઈ તલાવડી નજીક આ વિસર્જન યાત્રાનું સમાપન થનાર છે. જ્યાં ગણેશજીની મૂર્તિઓ એકત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તલાવડી નજીક 34 જેટલી ટ્રકોનું આયોજન કર્યું છે. તેમજ 15 જેટલી ટ્રકો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સાથે જ મોટી પ્રતિમાઓને ટ્રકમાં ચડાવવા માટે 2 મોટી ક્રેનની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેના વડે મૂર્તિઓને ટ્રકોમાં સહેલાઈથી મૂકી શકાય. ઢોલ નગારાનાં તાલ સાથે ગણેશ મંડળો ઉત્સાહ સાથે વિસર્જન યાત્રામાં જોડાયા છે. અને બારડોલીમાં મોડી રાત સુધી આ વિસર્જન યાત્રા ચાલુ રહેવાની છે. ત્યારે પોલીસ વિભાગ પણ સતર્ક બનીને 100થી વધુ બોડીવોન કેમેરા તેમજ નગરનો સંવેદનશીલ વિસ્તાર ગણાતા મિનારા મસ્જિદને પણ આ વખતે તંત્ર દ્વારા સંપૂર્ણપણે કોડન કરી દેવામાં આવ્યો છે . જેથી કોમી એકલાસ પણ જળવાઈ રહે અને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ વિસર્જન યાત્રામાં સતત નજર રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...