વિઘ્નહર્તાને વિદાય:આજે સુરત ગ્રામ્યમાં 834થી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોઇ દુર્ઘટના ન બને તે માટે તેન ગામના તળાવને બેરિકેટ મારી સજ્જ કરી દેવાયું - Divya Bhaskar
કોઇ દુર્ઘટના ન બને તે માટે તેન ગામના તળાવને બેરિકેટ મારી સજ્જ કરી દેવાયું
  • વિસર્જન સુપેરે પાર પાડવા પોલીસ બંદોબસ્તની સાથે વિવિધ સ્થળો પર તરવૈયાઓની ટીમ તૈનાત કરી દેવાઇ

સુરત જિલ્લામાં કોરોના મહામારીના લીધે એક વર્ષના વિરામ બાદ ધામધૂમથી 10 દિવસ ઉજવાયેલા ગણેશ ઉત્સવના ગણેશ વિસર્જન થશે. વાજતે ગાજતે યોજાનારી બાપાની વિદાય પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ ધ્યાન રાખી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ વડાએ જિલ્લાભરના વિસર્જન સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી પોલીસના અન્ય વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપી છે.

સુરત જિલ્લામાં નાનામોટા 834 શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જિલ્લાના ગણેશ ભક્તોએ 10 દિવસ બાપ્પાની પૂજા અર્ચના કર્યા બાદ રવિવારના રોજ જિલ્લાભરના કુદરતી તળાવો તેમજ કૃત્રિમ તળાવોમાં ગણેશ પ્રતિમાનું વાજતે ગાજતે ભક્તિભાવથી વિસર્જન કરવામાં આવશે. વિસર્જન યાત્રા સુપેરે સંપન્ન થાય તે માટે કેટલાક અતિસંવેદન સીલ વિસ્તારોમાં બેરીકેટ્સ ગોઠવી ટાવર બનાવી વોચ રાખવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. બંદોબસ્ત દરમિયાન બારડોલીમાં 12 ગેસગન, 6 દૂરબીન અને 19 વોકિટોકી સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.

બારડોલીના ગૌરવપથ પરથી વાજતે ગાજતે નીકળશે શ્રીજીની શોભાયાત્રા
નગરજનોની માંગને માન આપી તંત્રએ આખરે પરંપરાગત માર્ગે જ શોભાયાત્રા કાઢવાનું નક્કી કર્યું છે. ફાઇનલ રુટ પ્રમાણે યાત્રા સ્ટેશન ત્રણ રસ્તાથી પ્રારંભ કરી સ્વરાજ આશ્રમ, મુદિત પેલેસ, જલારામ સર્કલ, મીનારા મસ્જિદ થઈ લીમડાચોક થઈ તલાવડી સર્કલ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા સુધી ઢોલ નગારા સાથે વિસર્જન યાત્રા કઢાશે ત્યાર બાદ ગણેશ મંડળોએ પોતાના વાહનમાં સુરતી જકાતનાકા થઈ કેનાલરોડથી તેનના તળાવમાં પહોંચશે. વિસર્જન સુપેરે પાર પાડવા 491 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે, પાલિકા દ્વારા પણ તરવૈયા સહિત 80 લોકોનો સ્ટાફ વિસર્જન સ્થળે હાજર રહેશે.

વ્યારા નગર અને ગ્રામ્ય વિસ્તારમાં 200થી વધુ પ્રતિમાનું વિસર્જન થશે
તાપી જિલ્લામાં આજે અંદાજે 550થી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.ગણેશ વિસર્જનને લઇને જિલ્લા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. વ્યારા નગર અને તાલુકામાં જ 200થી વધુ પ્રતિમાનું વિસર્જન થશે. વ્યારા તેમજ સોનગઢ સહિતના વિવિધ સ્થળે કુત્રિમ તળાવ બનાવવા સહિતની કામગીરી સંપન્ન કરવાની સાથે પોલીસ જવાનોની ટીમ તૈનાત કરી દેવાઇ છે. વ્યારા નગરની પ્રતિમાનુ ખટારી ફળિયા ના કુત્રિમ તળાવ માં વિશર્જન કરશે વિશર્જન સ્થળે લાઈટ ,તરવૈયા અને ક્રેન સહીતની સગવડ સાથે સજ્જ થઈ ગયું હતું.

વિવિધ તાલુકા મુજબ આ સ્થળોએ શ્રીજી પ્રતિમાનું વિસર્જન થશે ઓલપાડ : લાલવા તળાવ, સાંધિયેર- બરબોધનના તળાવમાં, ડભારી અને મોર ગામે દરિયા તટે, તેન અને કુદિયાણા દરિયાની ખાડીમાં તેમજ અન્ય ગામોમાં કુદરતી તળાવોમાં. માંગરોળ : ગામના તળાવ તથા નજીકમાં આવેલી કોતરોમાં. મહુવા : શંકર તલાવડી, ફૂલવાડી તળાવ, ગુણસવેલ તળાવ તેમજ અનાવલ તળાવ કામરેજ : જોખા, ખોલવડ, દેલાડ, વાવ, નાની પારડી, ધોરણપારડી, કોળીભરથાણા, નનસાડ તળાવમાં. અબ્રામા, ઘલુડી, વેલંજા દેરોડ અને ઓવિયાણ તળાવમાં વિસર્જન થશે. કડોદરા : નજીકના કૃત્રિમ તળાવમાં પલસાણા : મલેકપોર, લાખણપોર, લિંગડ, ઈટારવા, કરણ, પલસાણા, એના,કારેલી,ગંગાધરા,જોળવા, ભૂતપોર, પૂણી, બલેશ્વર, એરથાણ, બગુમરા, તરાજ, પારડી, કણાવ, પિસાદ અને વદડલા કૃત્રિમ તળાવમાં કીમ : કીમ ખાડીમાં, પાનસરા બોરચરા ખાડી અને કોસંબા ખાડીમાં બારડોલી : તેન ગામના તળાવમાં કોસંબા : 66 કેવી સબસ્ટેશન પાસે કૃત્રિમ તળાવમાં ઉંમરપાડા : કોતર પાસેના કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. માંડવી : બિલકેશ્વર મંદિરના કૃત્રિમ તળાવ, વીસડાલિયા વરેહ ખાડી, બૌધાન-તડકેશ્વરમાં કૃત્રિમ તળાવ

અન્ય સમાચારો પણ છે...