ચકચાર:વાંસકુઈ કેનાલમાં બામણિયાના યુવકે ઝંપલાવ્યું હોવાની ચર્ચા

મહુવા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકો બાદ ફાયર બ્રિગેડે યુવકની શોધખોળ હાથ ધરી

મહુવા તાલુકાના વાંસકુઈ ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની કેનાલમા બામણિયાના યુવાને ઝંપલાવ્યુ હોવાની વાત ફેલાતા સ્થાનિકો દ્વારા નહેરમાં યુવાનની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ યુવાનની ભાળ ન મળતા ફાયરબ્રિગેડને જાણ કરતા તેમણે શોધખોળ હાથ ધરી હતી.

મહુવા તાલુકાના ગામોમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા કેનાલમાં વાંસકુઈ ગામની સીમમાં બામણિયા ગામના યુવાને શનિવારે બપોરે ઝંપલાવી દીધું હોવાનું સ્થાનિકો દ્વારા મહુવા પોલીસ સહિત ગ્રામજનોને જણાવવામા આવ્યુ હતુ. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.

સ્થાનિકો દ્વારા નહેરના પાણીમાં કુદનાર યુવાનની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ભાળ ન મળતા ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરી હતી.​​​​​​​ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચી નહેરના પાણીમા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. જોકે ફાયર વિભાગની ટીમને પણ આ લખાઈ રહ્યુ છે ત્યાં સુધી હજી કોઈ ભાળ મળી ન હતી.નહેરમાં ઝંપલાવનાર યુવાનના પરિવારજનો દ્વારા મહુવા પોલીસમાં હજી કોઈ લેખિત જાણ કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...