તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:બારડોલી પાલિકાના વોર્ડ નં.1માં છેલ્લી ઘડીએ એક ઉમેદવાર બદલાયાની ચર્ચા

બારડોલી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ નં.8 માં પણ જુનાં ને પડતા મૂકી નવાને ટિકિટ અપાતા નારાજગી

બારડોલી નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે બુધવારે 36 બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત બાદ કહી ખુશી, કહી ગમ જેવો માહોલ છવાયો હતો. જેમાં વોર્ડ નં. 1માં છેલ્લી ઘડીએ એક બેઠકનો ઉમેદવારનું નામ અચાનક બદલાયું હોવાની વાત ગુરુવારે ચર્ચાસ્પદ બની હતી.

વોર્ડ નં.1 માટે ભાજપની ટીકીટ ફાઇનલ થઈ ગઈ હોવાની ચારે ઉમેદવારોને જાણકારી હતી, જેથી ઉત્સાહમાં બુધવારે ભેગા મળી ઉમેદવારીપત્ર ભરવાની તૈયારીઓ પણ ચાલુ કરી હતી, આવા સંજોગમાં અચાનક એક ઉમેદવારની ટીકીટ કપાઈ હોવાનું, અને બીજાનું નામ જાહેર થતા નારાજગી ફેલાઈ હતી, ટેકેદારોમાં પણ નારાજ થઈ ગયા હોવાનું જાણવા મળેલ છે. વોર્ડ નં. 8માં પણ જુનાં કાર્યકર્તાઓની કદર નહિ કરી, નવા પર વિશ્વાસ મુકતા જૂનામાં નારાજગી ફેલાઈ છે.

વોર્ડ.નં.9માં આયાતી નહીં સ્થાનિકને કોંગ્રેસની ટિકિટ આપવાની માંગ
બારડોલી નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે છાતા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી અને ત્યાતો વિવાદ શરૂ થયો છે પાલિકાના વોર્ડ નં.9 ના રહીશો આયાતી ઉમેદવાર આવવાની સંભાવના જણાતા રહીશો નગરના કોંગ્રેસી આગેવાનના કાર્યાલય પર પહોંચી આયાતી ઉમેદવારનો વિરોધ બતાવ્યો હતો. અને કોંગી આગેવાનને આયાતી ઉમેદવાર આવશે તો અમે આગામી રણનીતિ ઘડવા વિચારીશું એવી ચીમકી આપી વિરોધ નોંધાવી સ્થાનિક ઉમેદવારોની જ માંગ કરી હતી .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો