તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવીમાં સંબંધોની હત્યા:સાલૈયા ગામે મિલકતના મોહમાં દિયરે બાથરૂમમાં કુહાડી મારી ભાભીને પતાવી દીધી

માંડવી19 દિવસ પહેલા
હત્યારો દિયર
  • સંયુક્ત પરિવારમાં સંપત્તિનો મોહ સંબંધો પર ભારે પડ્યો
  • હત્યા બાદ ભાગી છૂટેલા દિયરને પોલીસ ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો

માંડવી તાલુકાના સાલૈયા ગામે સંયુક્ત કુટુંબમાં ઝનૂની સ્વભાવના દિયરે ભાભી પર કુહાડી વડે હુમલો કરતાં બાથરૂમમાં જ ઢળી પડ્યાં હતાં, જેમને સરકારી હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના તબીબે મરણ જાહેર કર્યા હતા.

સલૈયા ગામે હત્યાનો ભોગ બનેલી ભાભી.
સલૈયા ગામે હત્યાનો ભોગ બનેલી ભાભી.

માંડવી તાલુકાના કરવલી ગામની યુવતી સુશીલાબહેનના લગ્ન સાલૈયા ગામના ઢોલી ફળિયાના રહીશ રાકેશભાઈ દેવસિંગભાઈ ચૌધરી સાથે થયા હતાં. લગ્નજીવન દરમિયાન એક દીકરો અને એક દીકરી હતી. ઘટનાના દિવસે રાકેશભાઈ ચૌધરી પોતાની દીકરી બરોડા ખાતે અભ્યાસ કરતી હોવાથી બરોડા મુકવા ગયા હતાં અને સુશીલાબેહન ઘરે હતાં. તે દરમિયાન બાથરૂમમાં લોહી લુહાણ હાલતમાં પડેલા હોવાની જાણ થતાં સગા સંબંધીઓએ સરકારી દવાખાને લાવ્યા હતાં. જ્યાં ફરજ પરતના તબીબે મરણ ગયેલ જાહેર કર્યા હતાં.

ત્યારબાદ મરણજનાર સુશીલાબેહનના ભાઈએ આપેલી ફરિયાદમાં મરણજનારના ઝનૂની સ્વભાવના દિયર મનીષભાઈ પર શંકા વ્યક્ત કરતાં માંડવી પોલીસે એ દિશામાં તપાસ કરી હતી અને લાપત્તા થઈ ગયેલા મનીષભાઈ ગણતરીના કલાકમાં દબોચી લીધો હતો. માંડવી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ભાઇ દીકરીને મૂકવા વડોદરા ગયો ત્યારે ભાભીને પતાવી દીધી
સાલૈયા ગામે દિયરે ભાભી પર હુમલો કરી મોતને ઘાત ઉતારી ભાગી છૂટ્યો હતો, જેને પોલીસે માંડવી ટાઉનમાંથી ઝડપી પાડ્યો હતો. હત્યારાએ હત્યા કુહાડી વડે કરી હોવાનું જાણવા મળ્યું છે. જમીન અને ઘરમાં ભાગ બાબતની અદાવત રાખી હત્યા કરી હતી.