ઉજવણી:એનઆરઆઈના જોડિયા સંતાનોના જન્મદિવસ ઉજવી મળેલી ધનરાશી પ્રા. શાળામાં દાનમાં આપી

માંડવી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉજવણીની ધનરાશિ સરસ્વતી ધામમાં આપી એનઆરઆઈ પરિવારે નવો રાહ ચિંધ્યો

માંડવી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગવાછી ગામે આવેલા જિલ્લા પંચાયતહસ્તકની પ્રા. શાળાના વિકાસ તથા ભૂલકાઓના થતાં ઘડતરની શાળા પરિવારની ભાવનાથી પ્રાભાવિત એનઆરઆઈ પરિવારે પોતાના જોડિયા સંતાનોના જન્મદિવસની ઉજવણી એકત્રિત થયેલ ધનરાશી શાળાના ભૂલકાઓ માટે દાનમાં આપી ધન્યતા અનુભવી હતી, અને સાથે સમાજના ધનવાનોને સંતાનોના જન્મદિવસની ઉજવણીનો નવા રાહ પણ ચીંધ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી તાલકાના વઢવાણિયાના મૂળ વતની ઉર્વીબહેન તથા ગૌરાંગ નાણાંવટી યુ. એસએમાં વસવાટ કર છે. પરંતુ માતૃભૂમિ તથા રાષ્ટ્રપ્રેમ જેમના રગેરગમાં દોડતા રહેતા પરિવારના જોડિયા સંતાન નાયરા તથા શ્યામના સાતમા જન્મદિવસની ઉજવણીના એક લાખ એકત્રિત થયા હતાં. તે નાણાં ઉર્વીબહેને પોતાના પિતા ઠાકોરભાઈ, માતા લતાબહેન તથા અરવિંદભાઈ અને રેણુંકાબહેન જોડ વતન મોકલ્યા હતા અને યોગ્ય શિક્ષણ સંસ્થામાં દાન કરવા જાણ કરી હતી. તે દરમિયાન સ્થાનિક રહીશ જિતશભાઈ પટેલ ગવાછી પ્રા. શાળામાં લાવી ભણતર ઘડતર સાથેના વિકાસની વાત કરતાં એક લાખનું દાન ગવાછી પ્રા. શાળાને કર્યું હતું. સરપંચ લલ્લુભાઈ ચૌધરી તથા આચાર્ય જિગ્નેશકુમાર ગામીત એનઆરઆઈ પરિવારની ભાવના વંદન કરી આભાર વ્યક્ત કર્યો હતો.

સમાજિક દાયિત્વ તથા સંસ્કાર સિંચન થાય એ ભાવના
માતા અને માતૃભૂમિ સ્વર્ગથી ચડિયાતી છે. એવું શાસ્ત્રોમાં પણ કહે છે. ત્યારે માતા જોડે માતૃભૂમિના જ્ઞાનતીર્થમાં થયેલા દાનથી પરિવાર ખુશ છે. બાળકોમાં દેશપ્રેમ સાથે સમાજિક દાયિત્વની ભાવના સાથ સંસ્કારનું સિંચન થાય એ ભાવના સાથે જન્મદિવસની ઉજવણી સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે.
ઉર્વી અને ગૌરાંગ નાણાંવટી

અન્ય સમાચારો પણ છે...