ગામના યુવાનોના પ્રયત્ન સફળ:વાલોડના ડોડીયા ફળિયામાં છેલ્લા દસ વર્ષમાં યુવાનોના પ્રયાસથી વિકાસ

માયપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પદાધિકારી અને અધિકારીઓ પાસેથી સરકારી ગ્રાન્ટ મેળવી

વાલોડ ગામના ડોડીયા ફળિયામાં એક સમયે રસ્તા પાણી અન્ય વિકાસના કામોથી વંચિત હતું. તે વિસ્તારમાં ગ્રામ પંચાયતના, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના નાણાપંચના કામો કે ધારાસભ્યની ગ્રાન્ટોમાંથી ગામમાં વિકાસના કામોને વેગ મળ્યું છે, જે માત્ર અને માત્ર ગામના યુવાનોનાં પ્રયાસોથી સફળ બન્યું છે .

આજથી દસ વર્ષ પહેલા ડોડીયા ફળિયામાં કોઈપણ ઓળખ ન હતી,અધિકારીઓ કે પદાધિકારીઓ ફળિયામાં ફરકતા પણ ન હતા. માત્ર ચૂંટણીના સમયે રાજકારણીઓ મત લેવા આવતા હતા. ગામમાં કોઈપણ સરકારી યોજનાઓ હેઠળ કોઈપણ સરકારની સવલતો ઉપલબ્ધ ન હતી.

ગામનો રસ્તો શું હોય, ચોમાસા દરમિયાન ડોડીયા ફળિયામાં પ્રવેશ થતો ન હતો તથા કાદવ કીચડવાળા રસ્તે ડોડીયા ફળિયામાં જવું પડતું હતું. ચાર માસમાં કાદવ અને આઠ માસમાં ધૂળિયા રસ્તા હોય આ ગામની કોઈ ઓળખ ન હતી. છેલ્લા બે ટર્મથી વાલોડ ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત અને ધારાસભ્યની અનેક ગ્રાન્ટોમાંથી ગામના રસ્તા, ગટર લાઈન, સ્ટ્રીટ લાઈટો, પાણીની સવલતો તથા હળપતિવાસમાં આવાસનો કામની વિવિધ ગ્રાન્ટ લાવવામાં યુવાનો મહત્વનો ભાગ ભજવ્યો હતો, ડોડીયા ફળિયાના યુવાનો દ્વારા કામગીરી સારી થાય તે માટે સતત દેખરેખ રાખતા હતા.

કામો યોગ્ય થાય તે માટે પોતાનો સમય પણ બલિદાન કરી કોન્ટ્રાક્ટર પાસેથી યોગ્ય માલ સામાન અને ગુણવત્તા સભર માલસામાનથી કામો કરાવતા હોય આજે ડોડીયા ફળિયામાં લોકોને વિકાસ દેખાય રહ્યો છે, રમત ગમત માટે વોલીબોલનું મેદાન બનાવ્યો હતો, ગામમાં રસ્તા બનતા ધૂળિયા રસ્તાથી છુટકારો અનેક સુવિધાઓ અને સવલતો ફળિયામાં ઉપલબ્ધ થઈ, આજ રીતે ડોડીયા ફળિયા થી જોડતા અનેક માર્ગો આઝાદી સમયથી બન્યા ન હતા તેવા ડોડીયા ફળિયા થી બાજીપુરા સુમુલ સુધીનો માર્ગ, બુટવાડા, ઇનમા, શેઢી ફળિયા થી ડોડીયા ફળિયા સુધીનો માર્ગ, નનસાડ થી ખાંભલા થઈ બારડોલી તરફ જતો માર્ગ આ યુવાનોએ રાજકીય નેતાઓ પાસેથી વાતો કરાવી રસ્તાઓ માટે ગ્રાન્ટ મંજૂર કરાવી હતી.

બસની સવલત ન હોવાથી 2 કિલોમીટર સુધી લંબાવું પડે છે
ડોડીયા ફળિયાથી બસની સવલત ન હોય શાળા, કોલેજ કે ધંધાર્થે જતા લોકોએ 2 કિમી સુધી ચાલતા જવું પડે છે. બસ સેવા શરૂ થાય તે માટે યુવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આંગણવાડી તથા શાળાએ નનસાડ સુધી 2 કિમી સુધી લંબાવું પડે છે.

ક્ષત્રિય સમાજના 90 ટકાથી વધુ યુવાનો આજે વ્યસનથી દૂર
ડોડીયા ફળિયાના ક્ષત્રિય સમાજના 90 ટકાથી વધુ યુવાનો આજે વ્યસનથી દૂર છે. આજે યુવાનો કઈ ને કઈક વ્યસન કરતા હોય છે જેની સામે સૌ પ્રથમ યુવાનોએ વ્યસન મુક્ત થવાનું બીડું ઝડપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...