ગુનેગારો સામે કડક કાર્યવાહી:પલસાણાનાં લિસ્ટેડ બુટલેગરની પાસા હેઠળ અટકાયત; અમદાવાદ શહેર મધ્યસ્થ જેલ મોકલી અપાયો

બારડોલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધ પાસા હેઠળ વોરન્ટ ઇસ્યુ કરાતા એલ.સી.બી પોલીસ દ્વારા પલસાણાનાં લિસ્ટેડ બુટલેગર સામે પાસા હેઠળ અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી છે.

આરોપીને મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ મોકલી અપાયો
સુરત જિલ્લામાં અસામાજિક પ્રવૃતિઓને નાથવા માટે લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધ પાસા હેઠળ કામગીરી કરવામાં આવી છે. સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પલસાણા વિસ્તારના લિસ્ટેડ બુટલેગર સોનુ ઉર્ફે જનાર્ધન નાનાલાલ ઉર્ફે જ્ઞાનેશ્વર પાટીલ રહે. જોળવા, તા- પલસાણા વિરુદ્ધ પાસા હેઠળ વોરંટ ઇસ્યુ કર્યો હતો. સુરત જિલ્લા એલ.સી.બી પોલીસના પી.આઈ બી.ડી.શાહે અલગ અલગ ટીમો બનાવી આરોપીને જોળવા ખાતેથી ઝડપી પાડ્યો હતો. જેની અટકાયત કરી અમદાવાદ શહેર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ મોકલી અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...