વિરોધ:કેબિનેટ મંત્રીને સાયકલ આપી વિરોધ કરતા કોંગ્રેસીઓ ડિટેઇન

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત-તાપીમાં પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવ વધારાના વિરોધ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ રાજ્ય ભરના કોંગ્રેસી કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડીઝલ તેમજ રાંધણ ગેસના ભાવમાં સતત થતાં વધારાના વિરોધમાં ધારણા કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં બારડોલી નગર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા પણ બારડોલી નગરમાં આવેલ મોરલીધર વામદોત પેટ્રોલ પંપ સામે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિરુધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો. ધારણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બારડોલીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઓફિસે કોંગ્રેસી કાર્યકરો મંત્રીને સાયકલ ભેટ આપવા જતી વખતે પોલીસે અટકાવ્યા હતા અને કાર્યકરોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.

કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યા બાદ તાલુકા આગેવાન વિજયભાઇ વાઘેલા, સ્નેહલભાઈ શાહ, કોંગ્રેસ મહિલા અગ્રણી સ્વાતિબેન પટેલ તેમજ કૌશલભાઈ કેબિનેટ મંત્રીના જનસંપર્ક કાર્યાલય પર પેટ્રોલ ડિઝલના ભાવ વધારા વિરોધમાં મંત્રીને સાયકલ ભેટ આપવા જતી વેળા પોલીસે અટકાવતાં બોલાચાલી થઈ હતી બાદમાં ટોળું ભેગું થતાં પોલીસે નગર કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 7 આગેવાનોને ડિટેઇન કરી બાદમાં છોડી દીધા હતા.

ઉમરપાડામાં ભાવવધારા વિરુદ્ધ ધરણા
ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ વસાવા નિવૃત કલેકટર જગતસિંહ વસાવા નટવરસિંહ વસાવા ભુપેન્દ્રભાઈ વસાવા સહિતના આગેવાનોએ ધરણા કરી જણાવ્યું કે ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ પ્રજા હિત માટે ઉગ્ર આંદોલન કરાશે.

ભાવ વધારાથી લોકોની હાલત કફોડી
​​​​​​​તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે સૂત્રોચ્ચાર કરી ભાવ વધારો પાછો ખેંચવા પેટ્રોલ પંપ સામે વિરોધ પ્રદર્શન કરતા 20 કાર્યકરો ડિટેઇન થયા હતા. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ભાવ વધારાથી પ્રજાની હાલત કફોડી બની છે.

અન્ય સમાચારો પણ છે...