ફાંસો ખાધો:ના પાડવા છતાં પતિ જીદ કરી વતન જવા નીકળતા પત્નીએ ફાંસો ખાધો

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ ટ્રેનમાં બેસી રહ્યો હતો ને પત્નીના મોતની જાણ થતાં પરત ફર્યો

વરેલી ગામે રહેતા દંપતી વચ્ચે વતન જવા બાબતે રકઝક થયા બાદ પત્નીના ના કહેવા છતાં પતિ જીદ કરી વતન જવા માટે નીકળ્યો, અને સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો ત્યાં તો પત્નીને ખોટું લાગી આવતા ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતુ.

પલસાણા તાલુકાના વરેલી ગામે શાંતિનગર સોસાયટીમાં આવેલ બિલ્ડીંગમાં સરોજિની શરત ચક્રધર શામલની (39) (મૂળ ઓરીસ્સા )પતિ શરત ચક્રધર સાથે રહેતી હતી. શરદ ચક્રધરે પોતાનાં કામ માટે વતન ઓરિસ્સા જવાનું નક્કી કર્યું પત્નીએ પણ વતન આવવાનું કહેતા સરોજીનીએ વતન આવવાની ના કહેતા પતિને પણ વતન જવાનુ ના કહ્યું હતુ.

તેમ છતાં શુક્રવારે સવારે શરદ ચક્રધર વતન જવા માટે ઘરેથી નીકળી સૂરત રેલવે સ્ટેશન પર જવા નીકળ્યો હતો. દરમિયાન સરોજીનીને મનમાં ખોટું લાગી આવતા શરત ચક્રધર ગયા બાદ પોતાની રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. શરતના નાના ભાઈએ સરોજીનીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ શરત ને જાણ કરી હતી. જેથી સુરત રેલવે સ્ટેશન ગયેલા શરત ચક્રધરે ઘરે પરત આવી પત્ની ને નીચે ઉતારી હતી.

અન્ય સમાચારો પણ છે...