તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજની ચૂટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો 6 દિવસનો સમય પૂર્ણ થયો છે. સુરત જિલ્લાના 9 તાલુકા પંચાયતની 184 બેઠકો માટે 754 ઉમેદવારોએ કુલ 814 ઉમેદવારીપત્રો ભર્યા હતા. જોકે ચૂટણીપંચે કોવિડ 19ના કારણે ઓફ લાઇન સાથે ઓનલાઈનથી પણ ઉમેદવારીપત્રો ભરવા માટે ઉમેદવારોને સવલતો આપવામાં આવી હતી, છતાં જિલ્લામાં એક પણ બેઠક પર ઉમેદવારોએ ઓનલાઈન ઉમેદવારી પત્ર ભર્યું નથી. માત્ર ઓફલાઇન જ ભરાયાં હતા.
સુરત જિલ્લાની 36 જિલ્લા પંચાયત બેઠકો પર 167 ઉમેદવારોએ 179 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાં વિવિધ રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, બીટીપી, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતપોતાની ઉમેદવારી નોંધાવી ચૂટણી લડવાની તૈયારી બતાવી છે. જ્યારે જિલ્લાની 184 તાલુકા પંચાયત બેઠકો પર પણ 814 ઉમેદવારીપત્રો ભરાયા છે. જેમાં આગામી 15 ફેબ્રુઆરીએ ફોર્મ ચકાસણી બાદ ઉમેદવારી પત્રો ખેંચવાની આખરી તારીખ 16 ફેબ્રુઆરીએ સાંજે તમામ તાલુકા જિલ્લા પંચાયત બેઠકો પર ચૂટણી જંગનું ચિત્ર સ્પસ્ટ થશે.
ઉમેદવારોએ ચૂટણીની તારીખને બે અઠવાડિયાનો ટુકો સમય બચ્યો હોવાથી ઉમેદવારીપત્રો ભર્યાને તરત ચૂટણી પ્રચારમાં જોતરાઈ મિટિંગોનો દોર શરૂ કર્યો છે. બીજી તરફ સંગઠનના હોદ્દેદારો ટિકિટ ન મળતા નારાજ થયેલા કાર્યકરોને સમજાવવાના પ્રયાસના કામે લાગ્યા હોવાનું જાણવા મળે છે.
90 ટકાથી વધુ ફોર્મ અંતિમ બે દિવસમાં જ ભરાયા
વિવિધ તાલુકા મુજબ ભરાયેલા ઉમેદવારી પત્રો | |||
તાલુકો | બેઠક | ઉમેદવારોની | ભરાયેલ |
સંખ્યા | ફોર્મ | ||
ચોર્યાસી | 16 | 59 | 59 |
ઓલપાડ | 24 | 94 | 123 |
કામરેજ | 20 | 103 | 109 |
પલસાણા | 18 | 69 | 70 |
બારડોલી | 22 | 77 | 78 |
મહુવા | 20 | 81 | 100 |
માંડવી | 24 | 95 | 96 |
માંગરોળ | 24 | 115 | 115 |
ઉમરપાડા | 16 | 64 | 64 |
કુલ | 184 | 757 | 814 |
ફોર્મ ઓફલાઇન ભરનારાઓએ કહ્યું ઓનલાઇનમાં ભૂલો સુધરી શકતી નથી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 6 દિવસ બેઠકો પર ઉમેદવારીપત્ર ભરવાના દિવસો જાહેર થયા હોય, જેમાં આ વખતે કોવિડ 19ના કારણે ઓનલાઈન સુવિધા પણ આપવામાં આવી હતી. છતાં જિલ્લામાં એક પણ બેઠક માત્ર ઓન લાઈન ઉમેદવારી પત્ર ભરાયું નથી. જેનું કારણ ઓનલાઈન ઉમેદવારીપત્ર ભરી શકે. પરંતુ કોઈ ભૂલ થઈ હોય, તો સુધારી ન શકતા હોવાથી ઓફલાઇન જ પસંદગી ઉમેદવારોએ કરી હતી.
9 તાલુકાની બેઠકો પર તારીખ મુજબ ભરાયેલા ઉમેદવારી પત્રકોની વિગત | |||||||
તાલુકો | બેઠક | 8/2 | 9/2 | 10/2 | 11/2 | 12/2 | 13/2 |
બારડોલી | 22 | 0 | 4 | 6 | 6 | 50 | 12 |
ઉમરપાડા | 16 | 0 | 0 | 0 | 0 | 32 | 32 |
માંગરોળ | 24 | 0 | 0 | 0 | 2 | 70 | 43 |
માંડવી | 24 | 0 | 0 | 1 | 3 | 37 | 55 |
મહુવા | 20 | 0 | 0 | 0 | 0 | 73 | 27 |
ઓલપાડ | 24 | 0 | 0 | 0 | 2 | 87 | 34 |
કામરેજ | 20 | 0 | 3 | 0 | 1 | 69 | 36 |
પલસાણા | 18 | 0 | 3 | 6 | 1 | 50 | 10 |
ચોર્યાસી | 16 | 0 | 0 | 0 | 1 | 36 | 22 |
કુલ | 184 | 0 | 10 | 13 | 16 | 504 | 271 |
ફોર્મ ભરવાના પહેલા દિવસે ખાતુ પણ ખુલી શક્યું નહોતું
9 તાલુકામાં પહેલા દિવસે એક પણ ઉમેદવારીપત્રનું ખાતું નહિ ખુલી શક્યું હતું. બીજા દિવસે બારડોલી 4, કામરેજ 3 અને પલસાણા 2માં શરૂઆત થઈ હતી. ઉમરપાડા અને મહુવામાં છેલ્લા 2 દિવસે જ ફોર્મ ભરાયાં હતા.ઓલપડમાં એક જ દિવસમાં સૌથી વધુ 87 ઉમેદવારીપત્ર ભરાયાં હતા.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.