તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Bardoli
 • Deputy Sarpanch In Charge Of Nandida Sarpanch Complains Of Misappropriation Of Grant, Allegation That Work For Which Rs 4 Lakh Was Withdrawn From Bank

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:નાંદીડાના સરપંચનો ચાર્જ સંભાળતા ડેપ્યુટી સરપંચે ગ્રાન્ટ ઉચાપત કરી હોવાની ફરિયાદ, જે કામ માટે બેંકમાંથી 4 લાખ ઉપાડાયા તે કામો યોગ્ય થયા ન હોવાનો આક્ષેપ

બારડોલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

બારડોલી તાલુકાનાં નાંદીડા ગ્રામ પંચાયત ઘણા સમયથી વિવાદમાં ચાલી રહી છે. ત્યારે સરપંચનો ચાર્જ સંભાળતા ડે.સરપંચ વિરુધ્ધ સરપંચ ઝીન્નતબેને 14 માં નાણાંપંચની ગ્રાન્ટના નાણાંની ઉચાપત કરી હોવાના આક્ષેપ સાથે ટીડીઓને ફરિયાદ કરી તપાસની માંગ કરતાં ગામનું વાતાવરણ ફરી ગરમાયું છે.

નાંદીડાના સરપંચ ઝીન્નતબેન વિરુદ્ધ ગ્રામ પંચાયતમાં હાલમાં જ અવિશ્વાશની દરખાસ્ત પંચાયત સભ્યોની બહુમતિથી પસાર કરવામાં આવી છે. જે મુદ્દો હજી શાંત થયો નથી ત્યાં અગાઉ 10 મહિના માટે ગામના સરપંચનો ચાર્જ સંભાળનાર ડે.સરપંચ હસમુખભાઇ પરમારે સંભાળ્યો હતો.

જે સમય દરમિયાન 14 માં નાણાં પાંચની ગ્રાન્ટમાંથી આવેલા નાણાં ગામના વિકાસના કામો જેમાં નાંદીડા ગામે ડુંગરી ફળિયામાં જયેશભાઈ છીબાભાઈના ઘરથી મયૂરભાઈ દિનેશભાઈના ઘર સુધી ગટર લાઇનનું કામ રૂપિયા 2 લાખ અને અન્ય એક કામ નાંદીડા ગામે ડુંગરી ફળિયામાં મંગાભાઈ ભાણાભાઈના ઘરથી વિપુલભાઈ ભાણાભાઈ ઘર સુધી ગટર લાઇનનું કામ રૂપિયા 2 લાખ મળી કુલ 4 લાખ રૂપિયાના કામો સાઈડ પ્લાન મુજબ થયા નથી અને પંચાયતના નાણાં પંચના બેન્ક ખાતામાંથી 4 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાથી સરપંચનો ચાર્જ સંભાળનાર હસમુખભાઇ પરમારે ઉચાપત કરી હોવાના આક્ષેપ સાથે સરપંચ ઝીન્નતબેન રાઠોડે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી શું કાર્યવાહી કરે એ જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો