તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પલસાણા તાલુકાના ચલથાણ ગામે બે મહિના પૂર્વે પરિણીત યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. ત્યારબાદ યુવાને મોત પહેલા લખેલી સ્યુસાઈડ નોટ પિતાએ પોલીસ સમક્ષ રજૂ કરી હતી. પોલીસે યુવાનના સાસુ-સસરા અને પત્ની વિરુદ્ધ દુષ્પ્રેરણા ગુનો દાખલ કર્યો હતો. જે સંદર્ભે પોલીસે ત્રણ આરોપીની અટક કરી હતી. આ કેસ બારડોલી કોર્ટમાં ચાલતા આરોપીએ જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી નામંજૂર થઇ હતી.
6 એપ્રલ 2020ના રોજ પલસાણા તાલુકાના ચલથાણ ગામે કુંભાર ફળિયામાં રહેતા મંગળભાઇ સોમાભાઇ પરમારનો પુત્ર મુકેશે ઝેર પીધુ હતુ. 7 એપ્રિલના રોજ સારવાર દરમિયાન મુકેશ મોતને ભેટ્યો હતો. ત્યારબાદ પરીવારે પોલીસને જાણ કરી પી.એમ કરાવી મૃતદેહ લઈ પોતાના વતન ચાલ્યા ગયા હતા. 2 મહિના બાદ મૃતકના પિતાએ પુત્રના નાઈટ પેન્ટમાંથી મળેલી સુસાઇડ નોટ પોલીસ સમક્ષ રજૂ કરી હતી. પોલીસે મૃતક મુકેશભાઈ પરમારની પત્ની હેતલબહેન તેમજ તેની સાસુ પ્રેમીલાબહેન પરમાર તેમજ સસરા રણજીતભાઈ પરમાર વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ત્રણે આરોપીની અટક કરી હતી. ત્યારબાદ આરોપીઓએ જામીન માટે બારડોલી કોર્ટમાં રજૂ કરી હતી, જેમાં સરકારી વકીલ જિતેન્દ્ર પારડીવાલાએ ધારદાર રજૂઆતો કરી હતી. જેને કોર્ટના જજ સાહેબે ગ્રાહ્ય રાખી ત્રણે આરોપીના જામીન નામંજૂર કરેલ છે.
સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે હું હોશ ઓ હવાસમાં લખું છું કે મારા આ પગલાં પાછળ મારી બૈરી જવાબદાર છે હું સરકારને વિનતી કરું છું કે મારા માતા પિતાની મિલકતમાંથી મારા ગયા બાદ મારી પત્નીને તથા મારા પુત્રને વંશને મિલકતમાંથી કોઈ પણ ભાગ આપવો નહીં આ તમામ મારા માતા-પિતાનું અને મારા નાનાભાઈનો છે. મરણ જનારના ખિસ્સામાંથી બે માસ બાદ સ્યુસાઈડ નીકળી હતી. જે નોટને પોલીસે એફએસએલ તપાસ માટે હસ્તાક્ષર નિષ્ણાંતો પાસે મોકલી હતી. જેમાં સ્યુસાઈડ નોટ મૃતકે જ લખી હોવાનું બહાર આવ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.