માલધારી સમાજના સમર્થનમાં વિરોધ પક્ષ:કામરેજ ચાર રસ્તા ખાતે ધરણા પ્રદર્શન કર્યાં, કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી

બારડોલીએક મહિનો પહેલા

સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા ખાતે કોગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલ ગાયના મામલે માલધારી સમાજને સમર્થન આપવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ શરૂ થતાની સાથે જ કામરેજ પોલીસ પહોંચી હતી અને કોંગી કાર્યકરોની અટક કરવામાં આવી હતી.

રખડતા ઢોરોને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને લઈ માલધારી સમાજમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી માલધારી સમાજ આ મામલે લડત લડી રહ્યું છે. ત્યારે તેઓની લડતમાં સમર્થન આપતા કામરેજ તાલુકા કોગ્રેસ સમિતિ આગળ આવી હતી.

આજે સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભગવાન ભોકળવાની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગૌચરની જમીન ખાલી કરોના નારા સાથે ધરણા પ્રદર્શન શરૂ કરાતા જ કામરેજ પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને કોગ્રેસ પ્રમુખ સહીત કાર્યકરોની અટક કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...