સારી ટેવોનું જતન જરૂરી:કોરોનાકાળમાં વધેલી સાઈકલની ડિમાન્ડ સંક્રમણ ઘટતાં જ ફરી તળિયે પહોંચી

બારડોલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે લોકોમાં એકાએક વધેલી સ્વાસ્થ્ય પ્રત્યેની સજાગતા ધીમે ધીમે ફરી ઓસરવા માંડી

કોરોના કાળ સમયે લોકડાઉન દરમિયાન બારડોલીમાં યુવાનોથી લઈ મહિલાઓ સહિત લોકોમાં સાયકલ ચલાવવાનો ક્રેઝ વધ્યો હતો. જે તે સમયે લોકો મોટા પ્રમાણમાં સાઈકલની ખરીદી કરતાં હતા. જેને લઈ સાયકલના વેપારીઓએ મોટા પ્રમાણમાં સાઈકલની ખરીદી કરી હતી. જ્યારે હવે કોરોના સંક્રમણ ઘટવાની સીધી સાયકલની ખરીદીમાં જોવા મળી છે. સાયકલના વેચાણમાં 60 ટકા જેટલો ઘટાડો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તો એક વર્ષ અગાઉ ખરીદી કરેલ સાયકલ ફરી વેચવા માટે સાયકલના વેપારીઓ પાસે ગ્રાહક આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

કોરોના સમયમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનમાં બારડોલીના લોકોમાં સાયકલિંગનો ક્રેઝ વધ્યો હતો. મોટી સંખ્યામાં લોકો સાયકલ ચલાવી કસરત કરતાં હતા. જેથી બારડોલીના સાયકલ વિક્રેતાઓને લોકડાઉન દરમિયાન ઓચિંતો સાયકલના વેપારમાં મોટો ઉછાળો આવી ગયો હતો.

લોક ડાઉનમાં લોકો ઘરે રહેતા હોય સમય હોય જેથી સાયકલ ચલાવવાનો સમય મળતો હતો. હાલ પરિસ્થિતિ સામન્ય થઈ ગઈ છે. નોકરી, વેપાર- ધંધા ફરી ધમધમતા થઈ ગયા છે. હવે લોકો પાસે સમય ઓછો થતાં લોકોએ કસરત માટે ખરીદેલી સાયકલો પણ વેચી રહ્યા છે. સાથે સાથે નવી સાયકલની ખરીદીમાં 60 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. લોક ડાઉન સમયે બારડોલીના મોટા સાયકલના વેપારીઓના જણાવ્યા મુજબ દરેક દુકાનમાં એવરેજ 6 થી 7 સાયકલોનું વેચાણ થતું હતું. જે હવે માંડ 2 થી 3 પર આવી ગયું છે. અમુક દિવસે તો એક પણ સાયકલ વેચાતી નથી.

લોકડાઉન દરમિયાન બારડોલીમાં જાહેર કરાયેલો સાઈકલ ટ્રેક સુનો
ગત વર્ષે લોક ડાઉન દરમિયાન બારડોલીમાં લોકોનો સાયકલ ચલાવવાનો ક્રેઝ જોઈ બારડોલીના પ્રાંત અધિકારીએ સાયકલ રસિકો માટે અલગથી સાયકલિંગ કરવા માટેનો રુટ પણ જાહેર કર્યો હતો. હાલ અહીં સાયકલીગ કરનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.

પહેલા રોજ 8 સાઇકલ વેચાતી હતી,હાલ 3
લોકડાઉન સમયે રોજ 7 થી 8 જેટલી સાયકલો વેચાતી હતી જે હાલ નહિવત વેચાઈ રહી છે. હાલમાં નાના છોકરાઓ માટેની સાયકલો તેમજ જન્મ દિવસે બાળકોને ભેટમાં આપવા માટેની સાયકલોનું વેચાણ થઈ રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં સાયકલના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વેપારીઓની હાલત કફોડી બની છે. સાયકલ રીપેરીંગ ને કારણે ગાડું ગબડી રહ્યું છે. > ઉમિયા સાયકલ, બારડોલી

અત્યારે સાઇકલનું વેચાણ નામમાત્રનું
લોક ડાઉન સમયે યુવાનો વડીલો તેમજ મહિલાઓ પણ બારડોલીમાં સાયકલની હવે કોરોના સંક્રમણ ઘટી જતાં કોઈ ખરીદી કરતું નથી. અને હાલ ઓછી કિમતોની જ સાયકલો થોડીઘણી વેચાઇ રહી છે. > સાઈ સાયકલ સ્ટોર, બારડોલી

અન્ય સમાચારો પણ છે...