બારડોલી નગર પાલિકામાં સ્પષ્ટ બહુમતીથી ભાજપનું શાસન છે. ત્યારે તમામ વોર્ડ પૈકી કૉંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નં.6માં વિકાસના કામોને લઇ અનદેખી કરાતી હોઇ તેવું જણાતા ગાંધીરોડ ઉપર આવેલ અકસા નગરના રહીશોએ તેઓની વર્ષોથી પડતર રહેલી માંગણીઓ બાબતે બારડોલી પાલિકાના પ્રમુખને આવેદન પત્ર આપ્યું હતુ. જણાવ્યું હતુ કે ગત વર્ષોમાં વિકાસના કામો થયા નથી માટે વેરામાં માફી આપવામાં આવે.
બારડોલીમાં બહુલ મુસ્લિમ વસ્તી ધરાવતાં અકસા નગરમાં છેલ્લા 3 વર્ષોથી અનેકો કામો બાબતે ફરીયાદો છતા કોઈ નિરાકરણ સ્થાનિક નગરસેવકો દ્વારા લાવવામાં આવ્યુ નથી, મુખ્ય અને આંતરિક માર્ગો બિસ્માર જણાતા તમામ માર્ગો પર ડામર કામ, બે વર્ષ પહેલા પાણીના નિકાલ માટે નાખવામાં આવેલા ભૂંગળા ઉપર રસ્તો ન બનતા સ્થાનિક લોકોને અવર જવરમાં હાલાકી, 14માં નાણાં પંચમાં વરસાદી પાણીના નિકાલની મંજુર થયેલ કામગીરી કરવામાં આવી નથી.
પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઇશ્વરભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલા વિવિધ કામોના ખાતમુર્હૂતનાં અટકેલા કામકાજો સહિતના અન્ય વિકાસના કામો છેલ્લાં 3 વર્ષથી અકસા નગરમાં નહીં કરવામાં આવતાં વેરો માફ કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકો દ્વારા નગર પાલિકાના પ્રમુખને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.