તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:બારડોલીની નવચેતન કન્યા વિદ્યાલયના ગેટ સામે વળાંકમાં સ્પીડબ્રેકર મુકવા માગ

બારડોલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલીથી પસાર કડોદ રાજ્યધોરી માર્ગ પર નવચેતન કન્યા વિદ્યાલયના ગેટ સામે વણાકમાં સ્પીડ બ્રેકર મુકવા તેમજ સંભવિત અકસ્માત ઝોનનું દિશા સુચક બોર્ડ મુકવાની સ્થાનિકોએ લેખિતમાં આર એન્ડ બીના કાર્યપાલક ઇજનેરને ફરિયાદ કરી છે. વળાંકમાં 4 રસ્તા હોય, 5 વિસ્તારના લોકોની અવર જ્વર હોય, ઘણી વખત અકસ્માતની ઘટના બની છે.

જુના પાવર હાઉસમાં રહેતા રાજેશ વાઘ, દાનાભાઈ ભરવાડ, તુષાર વણકર સહિતના ભેગા મળી મંગળવારે આર એન્ડ બીમાં લેખિતમાં સ્પીડ બ્રેકરની માંગણી કરી છે, તેમની રજૂઆતમાં કડોદ રાજ્ય ધોરીમાર્ગ પર નવચેતન કન્યા વિદ્યાલય પાસે વણાક હોવાના કારણે અકસ્માતો થતાં હોય છે. આ રોડ પર જમણી અને ડાબી બાજુની વસાહતોમાં જુના પાવર હાઉસ વિસ્તાર, ભરવાડ વસાહત, પાદર ફળિયું, સરકારી વસાહત, 29 ગાળાના રહીશોનો સમાવેશ થાય છે. નવ ચેતન કન્યા વિદ્યાલય છે. પુર ઝડપે ગૂડ્સ વાહનો આવતા જતાં હોય છે, જેના કારણે અકસ્માતો થતાં હોય છે, જેથી માર્ગ ગતિ રોધક મુકવામાં આવે તો અકસ્માતો રોકવામાં મદદગાર થશ

અન્ય સમાચારો પણ છે...