તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સુરત ભુસાવલ પેસેન્જર સહિતની ટ્રેનો પુનઃ શરૂ કરવાની માંગ કરાઇ

બારડોલી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
સ્ટેશન માસ્ટરને લેખિત રજુઆત કરતા યુવક મંડળના સભ્યો - Divya Bhaskar
સ્ટેશન માસ્ટરને લેખિત રજુઆત કરતા યુવક મંડળના સભ્યો
 • બારડોલી સ્ટેશન અધીક્ષકને આવેદન આપી રજૂઆત

કોરોના કોવિડ 19ને હવે લગભગ 1 વર્ષ થવા જઈ રહ્યુ છે અને હાલ કોરોનાની વેક્સિન પણ સંપૂર્ણ ભારતમાં આવી ગયેલ છે. તથા ભારત દેશ સંપૂર્ણ પણે અનલોક થઈ ચુક્યું છે. પણ દરેક મધ્યમવર્ગીય પરિવારને અનુકુળ હોય તેવો લોકલ ટ્રેન વ્યવહાર હાલ બંધ છે. તે માટે આજરોજ બાબેન ગામના જય ભીમ યુવક મંડળ ના પ્રમુખ નિતીન આહીરેની આગેવાનીમાં બારડોલીમા વસતા વેપારી વર્ગ તથા સામાજિક કાર્યકરો વિજય મહાલે, સમાધાનભાઈ પાટીલ, પંકજ નિકમ, દિપક નેરપગાર, શૈલેષ રગડે, મુકેશ આહિરે, સાગર સિરસાઠ, ગોપાલ ઈશીએ સંયુક્ત રીતે મળી ને બારડોલી સ્ટેશન અધીક્ષક શ્રી એલ.સી.સૈની મારફત “ડીવ્હીજનલ રેલ્વે મેનેજર,મુંબઈ સેન્ટ્રલ (પશ્વિમ રેલ્વે)ને આવેદનપત્ર સુપરત કર્યુ હતુ.

આવેદનંમા ટ્રેન નં 59077 સુરત ભુસાવલ પેસેન્જર, 19003 ખાનદેશ એક્સપ્રેસ, 59077 સુરત પેસેન્જર જેવી ટ્રેનોને પુનઃ શરૂ કરવાની માંગણી કરાઈ હતી. વધુમા જય ભીમ યુવા મંડળબાબેનના પ્રમુખ નિતીન આહિરેએ જણાવ્યુ હતુ કે આ લોકલ ટ્રેનો જો ઝડપથી શરુ થશે તો સુરત, ચલથાણ, બારડોલી, મઢી, વ્યારાના મધ્યમવર્ગીય પરિવારથી આવતા અને રોજ અપડાઉન કરી પોતાનો રોજગાર મેળવતા પરીવારો માટે મોટી રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો