તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ખેડૂતોને શેરડીના ઓછા ભાવ મળવા સહિતના વિવિધ પ્રશ્નો ઉકેલવા માંગ

માયપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એકતા મંચ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

તાપી જિલ્લામાં શેરડી ઉગવતા ખેડૂતોના વિવિધ પ્રશ્ને ખેડૂત એકતા મંચ તાપી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પડતર ભાવ, ખાંડનો ભાવ વધારો પરંતુ વધુ ભાવ ન મળવાના મામલે, કાપણી 18 મહિને, ડિરેક્ટરોના નામે હજારો ટન શેરડી કાપણી કરનારા મજુરોને લઘુત્તમ વેતન જેવા પ્રશ્ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.મળતી વિગત મુજબ તાપી જિલ્લામાં શેરડી પકવતા ખેડૂતોના વિવિધ પ્રશ્ને ખેડુત એકતા મંચ તાપી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં શેરડી પકવતા ખેડુતોને શેરડીના પડતર ભાવ આપવા બાબતે, , ખાંડનો ભાવ વધારો રોજેરોજ વધે છે. જ્યારે શેરડીના ટન દીઠ ભાવ વધારો છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તેવો થયો ન હોવાના મામલે, શેરડી કાપણી 18 મહિને પણ કરવામાં અખાડા થાય છે.

સુગર ફેક્ટરીઓના ડિરેક્ટરોના નામે હજારો ટન શેરડીના પીલાણના મામલે, ડિરેક્ટરોના નામે ખેતીની જમીનોની સામે શેરડીની આવક વધુ હોય છે, અને ડિરેક્ટરોના નામે નોંધણી કરી હોય તો તે બાબતે તપાસની માંગણી,ખેડૂતોને જ ચીમડી અપાતી ન હોવા મામલે, શેરડી કાપણી કરનારા મજુરોને લઘુત્તમ વેતન આપવા બાબતે, સભાસદોને ખાંડ ન આપવા બાબતે, તથા તાપી જિલ્લામાં આવેલ ખુશાલપુરા [વ્યારા] સુગર ફેક્ટરીને તાત્કાલિક અસરથી આદિવાસી ગ્રાન્ટમાંથી ફાળવણી કરી ફરી વ્યારા સુગર કાર્યરત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો