તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:મઢી સુગર ખાડે ગઈના આક્ષેપ સાથે MDનું રાજીનામું લેવા માંગ

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 55 વર્ષ જૂના બોઇલરના બદલે 90 ટનનું નવું બોઇલર ફિટ કરાશે
 • સુગર ફેક્ટરીની 55મી વાર્ષિક સાધારણ સભા

મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની 55મી વાર્ષિક સાધરણસભા પ્રમુખ સમીરભાઈ ભક્તની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં સભાસદોની પ્રશ્નોતરી સાથે ગરમાગરમી માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી. સભામાં 55 વર્ષ જૂના બોઇલરની જગ્યાએ 90 ટનનું નવું બોઇલર મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પ્રમુખ સમીરભાઈ ભકતે સભામાં સંસ્થાની પીલાણ સિઝનમાં વર્ષ 2019-2020માં 9, 10, 255. 350 મે. ટન શેરડીનું પીલાણ કરી સરેરાશ રિકવરી 10.61 ટકા સાથે 9.65,885 કવીંટલ ખાંડનું ઉત્પાદન કર્યું હતું, જ્યારે પીલાણ સિઝન 2020-2021 માટે રોપાણમાં 22, 394. 05 એકર અને લામ 12, 210.39 એકર મળી, કુલ 34, 605.04 એકરમાંથી શેરડીનો અંદાજીત પુરવઠો 10,00,000 મેં.ટન મળવા જણાવ્યું હતું. ડિસ્ટીલરીમાં 81,33,015 લીટર આર.એસ. નું ઉત્પાદન કર્યું હતું. 28, 611. 000 મેટ્રિક ટન મોલસીસ વપરાયું છે. આર.એસ. અને એબ્સયુટ આલ્કોહોલ બંનેનો રાશભાવ 44.09 ટકા મેળવી શક્યા છે.

બાકી મોલાસીસ 9,346.69 મેટ્રિક ટનનું વેચાણ કરેલ છે, જેનો રાશભાવ 7,562 ઉપજયો હતો. ચાલુ સભામાં સભાસદોએ પ્રશ્નોતરી ચલાવતા વાતાવરણ ગરમાયુ હતું. ડિરેકટર સુરેશ ચૌધરીએ સભાસદોની શેરડી પાણી બંધના કાર્ડ આવ્યા પછી સમયસર પડતી ન હોવા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો. વધુમાં અત્યાર સુધીમાં પિલાણની ક્ષમતા કરતા ઓછું પીલાણ થઈ રહ્યું છે. ફેકટરી સાઈડ ખાડે ગઈ હોવાના આક્ષેપ સાથે એમ.ડી.નું રાજીનામુ લેવાની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો