તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:આમલી જળાશય અસરગ્રસ્તોને પાયાની સુવિધા આપવા માંગણી

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાની મહત્વની જળસિંચાઈ યોજના આમલીડેમના અસરગ્રસ્તોને જરૂરી સુવિધા સહિત જમીનના પ્રશ્નો બાબતે આજે આવેદનપત્ર આપી સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી. આમલી જળાશય અસરગ્રસ્ત સંઘર્ષ સમિતી દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આમલીડેમના નિર્માણમાં 1982માં બુણધા ગામના 27 ખાતેદારોએ 83 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી હતી, અને ખેડૂતોએ જમીન આપી પણ હતી.

પરંતુ સરકાર દ્વારા બળતરમાં માત્ર રહેણાંક મકાન માટે 2 ગુંઠા જમીન આપી હતી. ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં પણ માળખાકીય સુવિધાઓ રસ્તા, પાણી અને સ્વસ્થ્ય, આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધા વિહોણા રહ્યાં છે. ડેમના પાણી સિવાય અસરગ્રસ્તોને કોઈ સુવિધા મળી નથી. ત્યારે અસરગ્રસ્તોને કનડતી સમસ્યાઓનો તાકીદે ઉકેલ માટે કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી હતી. અંતમાં માંગ ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...