માંગ:ગોઝારી બનેલી વલથાણ ચોકડી પર અકસ્માત રોકવા ઓવરબ્રિજની માંગ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંકણા ગામના રહિશો દ્વારા મંત્રી પ્રફુલ પાનશેરિયાને રજૂઆત કરવામાં આવી

કામરેજના વલથાણ નજીક ને.હા નંબર ૪૮ પર આવેલા વલથાણ પાટીયા ચોકડી પાસે ઓવર બ્રિજની માંગણી કામરેજના ધારા સભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાને માંકણા વાસીઓએ ગત રોજ લેખિતમાં રજૂઆત કરી હતી.

ભૂતકાળમાં ખાતમુહુર્ત પણ થઈ ચૂક્યું હતું. તો શું એ વિકાસ વલથાણ ચોકડી પાસે આવીને મૃતપાય થઈ ગયો હશે ? ને.હા નંબર ૪૮ ને જોડતા આજુબાજુના બહુવિધ ગામડાઓ વલથાણ,માંકણા,વલણ,પરબ સહિતના ગામોના લોકો એ જ ચોકડી પરથી દરરોજ મોટી માત્રામાં અપ ડાઉન કરતા આવ્યા છે.

ભૂતકાળમાં ચોકડી પર જીવલેણ અકસ્માતમાં ઘણા રાહદારીઓ પોતાના જીવ ગુમાવી ચુક્યા છે.કામરેજ વિસ્તારમાં આવેલી મોટા ભાગની શાળાઓની સ્કૂલ બસ વિદ્યાર્થીઓને શાળાએ લેવા મૂકવા માટે એ જ ચોકડી પરથી આજુબાજુના ગામોમાં જાય છે.ત્યારે અમદાવાદ અને મુંબઈ તરફથી આવતા ભારે વાહનોની તેજ રફતારને કારણે કટ ક્રોસ કરતી સ્કૂલ બસને અકસ્માતની શક્યતાઓ નકારી શકાતી નથી.ચોકડી પાસે ઓવરબ્રિજના માંગણી વર્ષો જૂની છે.

શાસક પક્ષના ચૂંટાયેલા નેતાઓને અસરકર્તા ગામડાઓના મતદારોએ મત આપી વિજેતા બનાવવામાં કોઈ કસર છોડી નથી.ત્યારે મતદારોની સમસ્યાનું નિરાકરણ કરવું એ તેમનું ઉત્તરદાયિત્વ છે.ધારા સભ્ય પફૂલ પાનશેરીયાને લેખિતમાં કરવામાં આવેલી અન્ય માંગ મુજબ કામરેજ તાલુકાના કોસમાડા, લાડવી,વલથાણ તેમજ માંકણા સહિત આજુબાજુના અસંખ્ય લોકો સુરત સહિત અન્ય વિસ્તારમા પોતાની રોજી રોટી રળવા સહિત સરકારી કામ અર્થે કચેરી માટે રોજીંદા અપડાઉન કરે છે.જેના માટે સીટી બસ સેવાની શરૂઆત કરાવે.જેથી લોકોને ખાનગી વાહનોના તગડા ભાડા પણ ચૂકવવા ના પડે એ મુદ્દે રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...