રજુઆત:તાપી જિલ્લામાં આદિવાસી વસ્તી ધરાવતાં ફળિયાઓમાં ગ્રાન્ટ વધુ ફાળવવાની માંગ

માયપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી ખેડૂત સંગઠન દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરાઇ

તાપી જીલ્લાના ગામડાઓમાં વિકાસના કામોમાં જાતી જ્ઞાતિનો પક્ષપાત થઈ રહયો હોય અને બીનઆદિવાસીઓના વિસ્તારોમાં કામો કરી  આદિવાસીઓના ફળીયામાં કામો ન થતા હોય આદિવાસી યુવા ખેડુત સંગઠન દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી 15 માં નાણાં પંચના આયોજનો આદિવાસી વિસ્તારમાં જ કામો કરવા અરજ કરવામાં આવી હતી.

ગ્રાન્ટની રકમ તથા ફાળવેલ રકમમા ઘણો તફાવત હોવાથી વિકાસના કામોમાં જાતી જ્ઞાતિનો પક્ષપાત થઈ રહ્યો હોય એનો વિરોધ છે

તાપી જિલ્લામાં આદિવાસી યુવા ખેડૂત સંગઠન દ્વારા તાપી જિલ્લા વિકાસ અધિકારીને એક પત્ર લખી જણાવવામાં આવ્યું છે કે ગુજરાત ભરમાં સરકાર દ્વારા 14માં નાણાપંચ યોજના અંતર્ગત સહાય આપવામાં આવેલ જેમાં તાપી જિલ્લામાં આદિવાસી બહુલ  વિસ્તાર હોય  (ગ્રામ્ય કક્ષા)માં  ૯૦% વસ્તી આદિવાસી છે તેમજ ૧૦% ગ્રાન્ટ અનુસુચિત વિસ્તાર આધારિત આપવામાં આવતી હતી જેના થકી  ગામડાઓમાં ડામરના રસ્તા ,સી.સી.રસ્તા,પાણીની સુવિધાના કામો,પેવર બ્લોક,જાહેર બાંધકામની જાળવણી, આંગણવાડી, શાળાઓ શિક્ષણમાં ખુટતી સુવિધાઓ જેવા અનેક વિકાસના કામો ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવ્યા હતાં,  14માંં નાણાંપંચ યોજનામાં અનુદાનની રકમ ફાળવવામાં આવી હતી જેમાં કેટલાક આદિવાસીઓના ગામોમાં વસ્તી તેમજ વિસ્તાર પણ વધુ હોવા  છતાં ગ્રાન્ટની રકમ તથા ફાળવેલ રકમમા ઘણો તફાવત હોવાથી વિકાસના કામોમાં જાતી જ્ઞાતિનો પક્ષપાત થઈ રહ્યો હોય એનો વિરોધ છે જે ગામમાં બીનઆદિવાસીઓ રહે છે

એ ફળીયાઓમાં કામો કરવામાં આવે છે અને એ જ ગામમાં આદિવાસી વસ્તીના ફળીયામાં કામો નથી થતા જેથી 15 માં નાણાંપંચ યોજનામા સરકાર દ્વારા જે કંઈપણ  ગ્રાન્ટ આપવામા આવે ત્યારે અન્ય જાતિની વસ્તી કરતા આદિવાસીની વસ્તી તેમજ વિસ્તારને ધ્યાનમા રાખી  ગ્રાન્ટની રકમ વધુ ફાળવણી થાય એવી માંગણી આદિવાસી યુવા ખેડુત સંગઠન દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...