આવેદન:માંગરોળ ઉમરપાડામાં શિક્ષિત બેકારોની રોજગાર આપવા માગ

વાંકલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારત સરકારના આત્મનિર્ભર મિશન અંતર્ગત યુવાનોને લાભ મળી રહ્યો નથી

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આત્મનિર્ભર મિશન યોજના અંતર્ગત યુવાનોને કોઇ લાભ નહીં મળતા બંને તાલુકામાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધતા યુવાનોને ધંધા રોજગાર આપવા માગ ઉઠી છે. શિક્ષિત બેકારોને રોજગાર ધંધા આપો અથવા બેકારી ભથ્થું આપો તેવી માંગ સાથે માંગરોળ ઉમરપાડા તાલુકા શિક્ષિત બેરોજગાર સંગઠન સમિતિના માર્ગદર્શક રમણ ચૌધરી કનુ ચૌધરી તેમજ યુથ કોંગ્રેસના કૌશલ વ્યાસની આગેવાની હેઠળ રોજગારી માટેની લડત ઉપાડવામાં આવી છે.

આ અનુસંધાનમાં માંગરોળ ખાતે ગુજરાતના રાજ્યપાલને સંબોધીને લખેલું એક આવેદનપત્ર ફરજ પરના નાયબ મામલતદાર રાગિણીબેન ચૌધરીને સુપ્રત કરી આગેવાનોએ જણાવ્યું કે બંધારણના શિડયુલ પાંચ હેઠળ ટ્રાયબલ વિસ્તારના તાલુકાઓમાં નોકરી રોજગાર ઇચ્છુક યુવા શિક્ષિત વર્ગની બેકારીનું પ્રમાણ વધુ છે. પ્રવર્તમાન શાસક તંત્ર દ્વારા સરકારી અર્ધ સરકારી વિભાગોમાં ભરતીની પ્રક્રિયામાં અન્યાય થઇ રહ્યો છે. ભ્રષ્ટાચારી નીતિને કારણે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓમાં પેપર ફૂટવાનો સિલસિલો અવિરત ચાલુ છે.

વહીવટી તંત્રની બેદરકારી અને શાસક સરકારની ઇચ્છા શક્તિના અભાવે લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે જ્યારે વાલીઓ પેટે પાટા બાંધી મોંઘા શિક્ષણનો આર્થિક ભાર સહન કરી રહ્યા છે.​​​​​​​ બીજી તરફ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી માટે પ્રયત્નશીલ છે પરંતુ તેઓ આગળ વધી શકતા નથી કેન્દ્ર અને ગુજરાતની સરકાર રાજસત્તા ના ફાયદે ચૂંટણીલક્ષી મેનિફેસ્ટોમાં શિક્ષિત યુવા વર્ગને નોકરી ધંધા રોજગાર પૂરા પાડવાના પોકળ વચનો થી ભ્રમિત કરી વાયદાઓ કઈ છટકબારી શોધે છે.​​​​​​​ માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં મોટા પાયે વસવાટ કરતા આદિવાસી સમાજના યુવાનોને ખરા અર્થમાં ધંધા રોજગાર માટે કોઈ સરકારી યોજનાનો લાભ મળ્યો નથી.

શિક્ષિત બેકારોને ધંધા-રોજગાર આપવાની સરકારની ફરજ છે ત્યારે નોકરી નહીં આપી શકાય તો બેકારી ભથ્થું સરકારે આપવું જોઈએ.​​​​​​​ બીજી તરફ માંગરોળ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં અનેક ઉદ્યોગો આવેલાં છે. તેમાં પણ સ્થાનિકોને રોજગારી આપવામાં આવતી નથી જ્યારે ઉમરપાડા તાલુકો અતિ પછાત વિસ્તાર છે. આ તાલુકાના યુવાનોને રોજગારીના કોઈપણ સ્ત્રોત નથી જેથી સરકારે યુવાનો પોતાની રીતે આત્મનિર્ભર બને તે માટે યોગ્ય સહાય કરવી જોઈએ તેવી માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...