માંગ:દસ્તાન ફાટક બ્રિજની બાજુમાં વૈકલ્પિક માર્ગ બનાવવાની માંગ

બારડોલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

સુરત જિલ્લા સંકલનની મળેલી બેઠકમાં દસ્તાન ફાટક પાસે બ્રીજને લઈ સાઈડ પરથી વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને કડોદરાથી સાબરગામ સુધીના સર્વિસ રોડના દબાણ કરવા અને રોડનું રિપેરિંગ કરવા ભાવેશ પટેલે રજૂઆત કરી હતી. સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જિલ્લા સેવા સદન-૨ના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ આવે તે દિશામાં કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલે બારડોલીના દસ્તાન ફાટક પાસે બ્રિજની કામગીરી ધ્યાને લઈ સાઈટ પરથી વાહનો જઈ શકે તે માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સાબરગામથી કડોદરા હાઈવે સુધીના રસ્તાની બાજુના સર્વિસ રોડ પરના દબાણો દુર કરવા તથા રસ્તાને મેન્ટેનન્સ કરવાની રજુઆત બાબતે કલેકટરએ જે તે અધિકારી કાર્યવાહી કરવાની સુચના આપી હતી.

કલેકટરે તમામ વિભાગોને ૧૦૦ દિવસના લક્ષ્યાંકની ડેટા એન્ટ્રીઓ પોર્ટલ પર સમયસર કરવા, આગામી લોકાર્પણ/ખાતમુહૂર્તના કામોની વિગતો મોકલવા, સાંસદ તથા ધારાસભ્યશ્રીઓના આવેલા પ્રશ્નો અંગે જે તે વિભાગે રજિસ્ટરો અદ્યતન કરવાની સુચના આપી હતી. બેઠકમાં ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, અરવિંદભાઈ રાણા, કાંતિભાઈ બલર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...