આંબોલીનાં લગભગ 10 હજારની મુસ્લિમ સમાજની વસ્તી માટે એક પણ કબ્રસ્તાન ન હોય માનવ સેવાની સેવા ટ્રસ્ટ ખોલવડ દ્વારા આંબોલી ગ્રામ પંચાયત મામલતદાર કામરેજ પ્રાંત અધિકારી કામરેજ તથા સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કબ્રસ્તાન માટે આંબોલી ગોચરણની જમીન ફાળવવા માગ કરવામાં આવી હતી.
સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં આંબોલી ગામે મુસ્લિમ સમાજની વસ્તી લગભગ દસ હજાર છે અને દિવસે દિવસે વધી રહી છે. પરંતુ મુસ્લિમ સમાજ માટે કબ્રસ્તાનની કોઇ વ્યવસ્થા નથી. આંબોલી ગામે મૈયત થાય તો કઠોર કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે. જેથી આંબોલી ગામે કબ્રસ્તાનની જરૂરિયાત ઉભી થઇ છે.
આંબોલી ગામ મુસ્લિમ સમાજ દ્વારા આંબોલી ગૌચરણનાં પડતર જમીન બ્લોક નં 5 જેનું ક્ષેત્રફળ 3 -16-12 ચો મી તથા બ્લોક નં 107 જેનું ક્ષેત્રફળ 1-96-52 ચો. મી જમીનનાં બે બ્લોક પૈકી કોઇ પણ એક બ્લોકની જમીન વિના વળતરે નીમ કરી કબ્રસ્તાન માટે ફાળવવાં સરપંચ તલાટી આંબોલી ગ્રામ પંચાયત મામલતદાર કામરેજ પ્રાંત અધિકારી કામરેજ તથા કલેકટરને લેખિત માગ કરવામાં આવી છે.
જમીનમાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નીકળે છે
આંબોલી ગામે વસતા મુસ્લિમ ભાઈઓ મૈયત પ્રસંગે દફનવિધી માટે કઠોર જવું પડે છે. કઠોર ખાતે આવેલા કબ્રસ્તાનની જમીનમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પસાર થાય છે, જેને કારણે કબ્રસ્તાનની દફનાવવાની જગ્યા ભવિષ્યમાં ઓછી થાય તેવું લાગી છે. જે માટે હાલ જમીન ફાળવવામાં આવે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.