આવેદન:આમચકની સીટ અનુસૂચિત જાતિને ફાળવવાની માંગ

મહુવા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના આમચક ગામે છેલ્લા 20 વર્ષથી અનુસૂચિત જાતિની સરપંચની સીટ ફાળવવામાં આવી નથી જેને લઈ આમચક ગામના અનુસૂચિત જાતિના આગેવાનોએ ભેગા મળી મહુવા મામલતદારને આવેદનપત્ર આપી સરપંચની સીટમાં ફેરબદલ કરી અનુસૂચિત જાતિ સમાજની સીટ ફાળવવાની માંગ કરી હતી.

ડિસેમ્બર 21માં ગ્રામપંચાયતની ચૂંટણી થનાર છે. ત્યારે મહુવા તાલુકામાં અનુસૂચિત જાતિની સરપંચની એક સીટ ફાળવી નથી.ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કલમ -51 હેઠળ રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના જાહેરનામા તથા રાજ્ય ચૂંટણી પંચના આદેશ મુજબ ગ્રામપંચાયતમા અન. જાતિની બેઠક ફરજિયાત ફાળવવાની છે તથા દરેક તાલુકામાં વસ્તીના ધોરણે રોટેશન મુજબ સરપંચની બેઠક ફળવવાની હોય છે ત્યારે મહુવા તાલુકાના મોટે ભાગના ગામોમાં અનુસૂચિત જાતિની વસ્તી છે.

છતાં એક પણ ગામમાં અનુસૂચિત જાતિની સરપંચની બેઠક ફાળવવામાં આવી ન હોવાનું જણાવી મહુવા તાલુકાના આમચક ગામના અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા ભેગા થઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ અને જણાવ્યું હતુ કે 20 વર્ષથી આમચકમા અનુસૂચિત જાતિની સીટ ફાળવાય નથી અને તાલુકામાં અનુ. જાતિની સીટ ફાળવવામાં અન્યાય થયો છે તો અનુસૂચિત જાતિને ન્યાય આપી સરપંચ સીટ ફાળવવામાં ફેરફાર કરી અનુ. જાતિની સીટ ફાળવવા આવે એવી માંગ કરી હતી અને સરપંચની સીટમાં ફેરબદલ ન કરે સંવિધાન મુજબ ન્યાય માટે આગળ વધવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...