તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કાંટી ફળિયાનો રસ્તો બનાવ્યા વગર જ નાણાં ચુકવી દેવાના કેસમાં આજે ફેસલો

બારડોલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે મળનારી બારડોલી તાલુકા પંચાયતની સમાન્ય સભામાં નિર્ણય લેવાશે

બારડોલી તાલુકાના કાંટી ફળિયામાં કાગળ પર રસ્તો બનાવી, બિલ મંજુર કરાવી ભષ્ટ્રચાર કરવામાં આવ્યો હતો, જે અંગે આજે શાસકો મહત્વનો નિર્ણય લેનાર છે. સામાન્યસભામાં જનરલ ચર્ચા કરી અધિકારીની ગાઈડ લાઈન આધારે એજન્સી સામે કાર્યવાહી કરવાનું નક્કી થશે. અગાઉ બારડોલી પાલિકાએ પણ વધુ બીલ મુકનારી એજન્સી પ્રત્યે કુણું વલણ દાકવ્યું હતું. ત્યારે તાલુકાની પ્રજામાં ભષ્ટ્રચાર બાબતે શુ કાર્યવાહી થશે પ્રશ્ને અનેક અટકણો ઉઠી રહી છે.

બારડોલી તાલુકાના કાંટી ફળીયામાં 80 મીટરનો રોડનું કામ દેવરાજ કંટ્રક્શન એજન્સીને સોંપવામાં આવ્યું હતું. પરંતુ એજન્સીએ કામ કર્યા વગર જ બિલ મૂકી અધિકારી સાથેની સાઠગાંઠમાં રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. જોકે અધિકારીઓ અને પદાધિકારીઓ અજાણ હોવાનું જણાવી પોલ છુપાવવા દોડધામ શરૂ કરી હતી, અને એજન્સીને બોલાવી કામ કર્યા વગર રૂપિયા ઊંચકી લીધા હોય, જે તાત્કાલિક ભરાવી, બીજી એજન્સીને રસ્તાનું કામ સોંપી શરૂ કરાવી દેવામાં આવ્યું હતું. શાસકોએ થયેલ ભષ્ટ્રચાર બાબતે એજન્સી સામે કોઈ પગલાં લીધા નથી, પરંતુ સોમવારે સામાન્યસભામાં જનરલ ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું હતું. જેથી આજે એજન્સી સામે તાલુકા વિકાસ અધિકારી અને શાસકો શુ નિર્ણય લેશે જે બાબતે લોકોમાં કુતુહુલ હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...