બારડોલી તાલુકા કોંગ્રેસ સંગઠનના પ્રમુખ ગણપતભાઈ ભગુભાઈ પટેલની ગુરુવારે મોડી સાંજે ઓચિતી તબિયત બગડતા સારવાર અર્થે લઈ જતી વેળાએ અચાનક હાર્ટ એટેકનો હુમલો આવી જતાં મોત નીપજયું હતું. ગણપતભાઈના નિધનના સમાચાર જાણી કોંગ્રેસી કાર્યકરોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ગણપતભાઈ પટેલ તાલુકાનાં જૂના કોંગ્રેસી કાર્યકરો માના એક ગણાય છે. માજી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી સાથે પણ તેઓ સંગઠનની કામગીરી કરી હતી.
બાદ કોંગ્રેસ જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. હાલમાં જ છેલ્લા થોડા સમયથી બારડોલી તાલુકાનાં સંગઠન પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ગણપતભાઈની દીકરી વિદેશ રહેતી હોવાથી હાલ એમની અંતિમ વિધિ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી અને એમના પાર્થિવ શરીરને હાલ સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામા આવ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.