અકસ્માત:પરીક્ષા આપવા જતી યુવતીની બાઈકને ટ્રેલરે અડફેટમાં લેતાં મોત

નવાપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માત કરનાર ટ્રેલર સાથે ઘટના સ્થળે પોલીસ, યુવતીનો ફાઇલ ફોટો - Divya Bhaskar
અકસ્માત કરનાર ટ્રેલર સાથે ઘટના સ્થળે પોલીસ, યુવતીનો ફાઇલ ફોટો
  • ITIમાં છેલ્લુ પેપર હતુ, યુવતી તેની બહેનપણી સાથે જઈ રહી હતી

નવાપુર તાલુકાના વડખુટ ગામની 21 વર્ષીય યુવતી તેની બહેનપણી સાથે આઈટીઆઈનું છેલ્લું પેપર હોય જે પરીક્ષા આપવા માટે મોટરસાઈકલ પર ગઈ હતી. આ દરમિયાન નવાપુર તાલુકાના નવી સાવરટ ગામ પાસે એક ટ્રકે મોટરસાયકલને ટક્કર અકસ્માતમાં યુવતીને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

વડખુટ ગામે રહેતી આરતી સુમન ગાવિત (21) જે આઈટીઆઈમાં અભ્યાસ કરે છે. આઈટીઆઈમાં પરિક્ષા ચાલુ હોય અને આરતીનું આજે છેલ્લુ પેપર હતું. આરતી ઘરેથી મોટરસાઈકલ પર બહેનપણી ક્રિષ્ણા ગાવિત (23) (રહે. પાટીબેડકી) સાથે નીકળી હતી. સવારે નવી સાવરટ ગામ નજીક હાઇવે પર એક ટ્રેલરે આરતીની મોટરસાઈખનલે અડફેટમાં લીધી હતી.

જે અકસ્માત આરતી રોડ પર પટકતા તેને ગંભીર ઈજાને કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથેની યુવતીને ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનોને થતાં મદદ માટે દોડી આવ્યા હતા. યુવતીના મોતથી ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...