ચાર બહેનનો લાડકવાયો છીનવાયો:ઝાડ પર રમતા તરૂણનો હાથ હાઈટેન્સનને અડી જતાં મોત

બારડોલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના ધામરોડ ગામ નજીક ખેતરાડી નજીક રમવા નીકળેલા ત્રણ બાળકો પૈકી કૂવા પાસે આવેલા પીપળાના ઝાડ પાસે ઝાડની ઉપર રમતા એક બાળકનો હાથ ત્યાંથી પસાર થતી હાઈટેન્સન ઈલેક્ટ્રીક લાઈન સાથે લાગી જતાં કરંટ લાગતાં 17 વર્ષીય ચાર બહેનોના ભાઈનું સારવાર દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે.

માંગરોળ તાલુકાના ધામરોડ ગામે ટાંકી ફળિયામાં રહેતા હનિફ ઈબ્રાહીમ મુલ્લાનો 17 વર્ષીય દીકરો તેના અન્ય બે મિત્રો સાથે તારીખ 4 મેના રોજ બપોરના સમયે 4.15 વાગ્યાના અરસામાં ગામની નજીક આવેલ ખેતરાડી વિસ્તારમાં રમવા માટે નીકળ્યો હતો. જ્યાં કૂવા પાસે આવેલા પીપળાના ઝાડ પર રમતી વખતે 17 વર્ષીય અસરફ હનિફ મુલ્લાનો હાથ ત્યાંથી પસાર થતી હાઈટેન્સન વીજ લાઈનના જીવંત લાઈનને અકસ્માતે અડી ગયો હતો. જેથી અસરફને વીજ કરંટનો ઝાટકો લાગ્યો હતો, અને તે જમીન પર પટકાયો હતો.

આ ઘટના ત્યાંથી પસાર થતાં ગામના કેટલાક લોકો જોઈ જતાં અસરફને સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં તેની સ્થિતિ વધુ ગંભીર થતાં વધુ સારવાર માટે સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘરમાં ચાર બહેનો બાદ સૌથી નાના અસરફનું મૃત્યું થતાં ઘર સહિત ગામમાં માતમનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...