દુર્ઘટના:કામ પરથી ઘરે આવતા યુવાનની બાઇક પોલ સાથે અથડાતાં મોત

નવાગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નનસાડ રહેતો યુવક ઓરણા ગામથી પરત ફરતો હતો

કામરેજના નનસાડ ખાતે રહેતો યુવાન કલરકામના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, જેનું ઓરણા ખાતે કામ ચાલતું હોય. ત્યાંથી રાત્રીના પરત નનસાડ ખાતે આવી રહ્યો હતો. ત્યારે રોડની સાઈડ પર આવેલ થાંભલા સાથે મોટરસાઈકલ અથડાવી દેતા યુવકને ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું.

મુળ ઉ.પદેશનાં ગોરખપુર જિલ્લાનાં છોટકી દુબેલી ગામના વતની અને કામરેજના નનશાડ રોડ પર નંદનવન એપાર્ટમેન્ટ બી 4/303માં પત્નિ બીન્દુબેન તથા પુત્ર આયુષ (3) અને પુત્રી આરાધ્યા (6)સાથેે રહે છે. ધર્મેશભાઇ રામસજનભાઇ સાહની કલરકામની મજૂરી કરી ગુજરાન ચલાવતા હતાં. ધર્મેશભાઇનાં માતાપિતા પણ કલરકામ કરતા હોય. હાલમાં ઓરણા ગામે કલર કામ ચાલતુ હોય જેથી માતા-પિતા ત્યાં જ રહેતા હતા. તા.4-10-2021નાં સવારે ધર્મેશ તેની હિરોસ્પેલેન્ડર મોટરસાઈકલ (GJ 05 BL 5912)લઇને ઓરણા ગયો હતો. રાત્રે સાડા નવ વાગે ઘરે પરત આવતી વખતે કોળી ભરથાણાં ગામથી નનશાડ ગામ તરફ રોડની બાજુમાં આવેલા ઇલેક્ટ્રીકનાં થાંભલા સાથેે મોટરસાઈકલ અથડાવી દેતાં માથા અનેે શરીરનાં ભાગેે ગંભીર ઇજા થતાં બેભાન હાલતમા 108 મારફત ખોલવડની દિનબંધુ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. ત્યાંથી વધુ સારવાર માટેે કામરેજ સામુહીક આરોગ્ય કેન્દમાં લાવતા ફરજ પરનાં તબીબે જોઇ તપાસી મરણ જાહેર કર્યો હતો. મરણ જનારની પત્નીએ પોતાનાં પતિ ધર્મેશભાઇએ પોતાની મોટરસાઈકલ ગફલત અનેે બેદરકારીથી હંકારી લાઇટનાંં થાંભલા સાથેે અથડાવી દઇ જાતે જ પોતાનું મોત નીપજાવ્યાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...