અકસ્માત:બાઇક સ્લીપ થતાં યુવકનું સારવાર દરમિયાન મોત

નવાગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોકરી પરથી પરત આવતા અકસ્માત

ઉંભેળ ગામે ટાવર ફળિયામાંં રહેતાં વિજયગીરી બાબુગીરી ગૌસ્વામીના સંતાનમાં બે પુત્રો પૈકી મોટો પુત્ર કૃણાલગીરી વિજયગીરી ગૌસ્વામી (29) નવસારી જિલ્લાનાંં આરક સીસોદરા પાટીયા પાસે આવેલ મહિન્દ્રા શો રૂમમાં એક મહિનાથી નોકરીએ લાગ્યો હતો. પોતાની હીરોંસ્પેલેન્ડર મો સા.નં (GJ- 05 MP-8718) પર અપડાઉન કરતો હતો.

તા. 29-9-2021ના સાંજેે મોટરસાઈકલ પર ઘરે આવતા ઉંભેંળ ગામ સવિઁસ રોડ પર ફલોરીશ હોસ્પિટલની સામે મોટરસાઈકલ સ્લીપ થઇ જતા માથા અને છાતીનાં ભાગે ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં ચલથાણ સંજીવની હોસ્પિટલમાં લઇ જઇ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આઇ.એમ.એસ હોસ્પિટલ સુરતમાં દાખલ કરવામાંં આવ્યો હતો. જેનું તા.18 ઓક્ટોબરના રોજ સાંજે પાંચ વાગેે મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...