આખલા લડાઇ:બાખડી રહેલા 2 આખલામાંથી 1 કાર સાથે ભટકાતાં મોત

બારડોલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી નગરમાં એક દિવસમાં આખલા લડાઇની 2 ઘટનાથી ભાગદોડ

બારડોલી - વ્યારા નેશનલ હાઇવે નંબર 56 પર કસ્તુરી હોટલની નજીક મોડી સાંજે અકસ્માતની ઘટના બની હતી, બે આખલાઓ લડતા લડતા નેશનલ હાઇવે પર આવી ચડતા અલ્ટો કારમાં ભટકાયા હતાં, જે અકસ્માતમાં અલ્ટો કારનો ખૂરદો થઈ ગયો હતો, કાર સવાર યુવાનને માથા તેમજ નાકના ભાગે ઈજાઓ થતા 108ની મદદથી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. બારડોલી નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. અને સમયાંતરે આખલાઓની લડાઈમાં અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.

બારડોલીના હિદાયત નગર નજીકથી પસાર થઈ રહેલ કારમાં બે આખલાઓ લડતા લડતા ઘૂસી જતા કારમાં મોટુ નુકશાન થયું હતુ તેં ઘટનાનાં થોડા જ કલાકોમાં બારડોલીના કસ્તુરી હોટલ નજીક હાઇવે પર અકસ્માત સર્જાયો હતો કામરેજના વાવ ગામે રહેતાં કિશન અશોકભાઇ સાપરીયા પોતાની અલ્ટો કાર નં.GJ-05-CJ-9164 લઇ વ્યારાથી બારડોલી તરફ આવી રહ્યાં હતાં દરમિયાન બે આખલાઓ લડતા લડતા હાઇવે પર આવી ચઢી કિશનભાઇની કાર સાથે અથડાયા હતાં અકસ્માતમાં અલ્ટો કારમાં ભારે નુકશાન થવા પામ્યું હતુ.

સાથે જ કાર ચાલક યુવાનને માથા તેમજ નાકનાં ભાગે ઈજાઓ થતા રાહદારીઓએ તાત્કાલિક 108ની મદદ લઇ તેઓને બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડયા હતાં અકસ્માતમાં બે પૈકી એક આખલાનુ મોત નીપજ્યું આખલાનાં મરણની જાણ માણેકપોર પાંજરાપોર ગૌ સેવા સમિતિને કરવામાં આવતાં તેઓની સમિતિનાં સભ્યો સ્થળ પર પહોચી આખલનાં મૃતદેહનો કબ્જો લઇ તેને દફનાવવા માટે કાર્યવાહી કરી હતી એક જ દીવસમાં રખડતા આખલાઓની લડાઈમાં બે નિર્દોષ રાહદારીઓએ ભારે નુકશાન સાથે ઈજાઓ સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ મામલે ચોક્કસ બારડોલી નગર પાલિકાએ કોઈ નક્કર પગલાં ભરી કાર્યવાહી કરે એવી નગરજનોની માંગ છે .

અન્ય સમાચારો પણ છે...