ડિઝીટલ યુગની સાથે સાથે શાળાઓ અપગ્રેડ થઈ રહી છે. ત્યારે પલસાણા તાલુકાની દસ્તાન પ્રા. શાળા ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી ડિજિટલ શિક્ષણ પદ્ધતિ અપનાવી છે. મર્જ ક્યુબની મદદથી થ્રીડી ઈફેક્ટથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓ ઝીણવટ પૂર્વક સમજી શકે. દસ્તાન પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ મધ્યમ અને ગરીબ વર્ગમાંથી આવે છે. જેઓ પૂરતા પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે સક્ષમ ન હોય તેમજ પૂરાતા ઉપકરણોનો અભાવ હોય છે.
વિદ્યાર્થીઓને ડિજિટલ ટેકનોલોજીનું જ્ઞાન આપી ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કઠીન વિષયોને સરળ બનાવવાનું કામ આચાર્ય વિશાલ ખત્રીએ કર્યું છે. બાળકોને મર્જ ક્યુબની ટેકનોલોજીના માધ્યમથી શિખવવામાં આવે છે. ડિજિટલ ટેક્સબુક, એઆર. વીઆર અને હવે થ્રીડી બોર્ડ સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યાં છે. કહેવાય છે કે બાળકોને દ્રશ્ય અને શ્રવ્ય સાથે શીખવવામાં આવે તો જલદી અને સારી રીતે યાદ રહે છે. કઠીન વિષયોને ડિજિટલ ટેક્સબુક ઉપરાંત AR, VR તેમજ મર્જક્યુબ બોક્સ દ્વારા બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.
બાળકોને થ્રીડી ઈમેજ બતાવે છે. વિષયના રચનાની માહિતી આકાર, રંગ, પ્રકાર કેવો હોય તે સંપૂર્ણ માહિતી મેળે છે. માર્જ ક્યુબમાં કઠીન વિષયોમાં તૈયાર કરી મોબાઈલમાં એપ્લિકેશન આધારે તેની થ્રીડી પ્રિન્ટ જોવા મળે છે અને મોબાઈલને સ્માર્ટ બોર્ડ સાથે કનેક્ટ કરતાં વિદ્યાર્થીઓને વિશાળ સ્ક્રીન પર સંપૂર્ણ પ્રોજેક્ટનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ ઉપરાંત શાળામાં 10 VR બોક્સ પણ છે.
3D ઈફેક્ટથી આપેલ શિક્ષણમાં બાળકોને સંપૂર્ણ વિગત મળે છે
વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના ઘણા મુદ્દા 3D ઈફેક્ટ સાથે બાળકો જીવંત શિક્ષણ આપવામાં આવે છે. અભ્યાસમાં આવતાં કેટલાક વિષયોના મુદ્દા જેવા કે જ્વાળામુખી, અંતરિક્ષ, પૃથ્વીની રચના, આપણા શરીરની રચના, દેડકો, પતંગિયાનું સર્જન જે આપણે બાળકોને પ્રત્યેક્ષ બતાવી શકવાના નથી. તેની આકૃતિ દોરીને કે વીડિયો જોઈને ખ્યાલ આવતો નથી. આવા મુદ્દાઓ મર્જ ક્યુબની મદદથી ખૂબ સારી રીતે શીખી શકે છે. 3D ઈફેક્ટથી આપેલ શિક્ષણમાં બાળકોને સંપૂર્ણ વિગત મળી જતી હોય છે જેથી તેઓ જલદી ગ્રહણ કરે છે. 3D મુવી જોવા માટેની પણ સંપર્ણ વ્યવસ્થા દસ્તાન શાળામાં જ સુવિધા ઉપલબ્ધ કરી છે. > વિશાલ ખત્રી, આચાર્ય. દસ્તાન પ્રા. શાળા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.